Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ના, પુણ્ય પરવાર્યું નથી
‘મારું નથી એ મને ન ખપે સુરતના ગમનલાલ પોતાનું મકાન ભાગે આપી મ મુંબઇ નોકરી અર્થે રોકાયા હતા. સર્વિસ પૂરી થતાં વતન આવી, ઘર ખાલી કરવા કહેતાં ભાડુઆતે ઇન્કાર કર્યો. ન્યાયની કોર્ટોએ કે સમાજે કશી મદદ ન કરી, ત્યારે એક કથાશ્રવણની કેવી અસર પહોંચી
તે જોઇએ .
શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ ૭ અંક: ૩૮ ૦ તા.૨૫-૬-૨૦૦૨ " વારંવાર એ વાણીના પડઘા કાનમાં ગુંજતા હતાં.
એ દિવસે કથા પૂરી થઇ. પેલા ભાઇ ઘરે ગ્યા. આજે ખાવાનું અકારું થઇ ગયું. થાળીમાંથી એક કોળિયોય ન લીધો. ખાધા વિના ઊઠી ગયા એ ખાટલામાં સૂતા.વિચારને ચકડોળે ચઢી ગયા એ ખાટલામાં સૂતા, વિચારીને ચકડોળે ચઢી ગયાં. વારંવાર ભરતની વાણી એમના કાનને પડદે ઢોલની ઉપર અથડાતી ડાંડીની જેમ અફળતી રહી. મારું નથી એ મને ના ખપે. રાત આખી પથારીમાં આળોટતા રહ્યા. સવાર થઇ. ચોમેર અજવાળું ફેલાઇ ગયું હતું.એમનું મન પણ હલકું ફૂલ બની ગયું હતું. નાહઇધોઇ એ મકાનમાલિકને ઘેર મકાનમાલિકને ઘેર પહોચી ગયા. ગમનલાલ હળવે પગને ઠેકે હીંચકો હલાવતા બેઠા હતા. ભાડુઆત દોડીને એમને પગે પડી ગયા. ગમનલાલ ઘડીભર વિચારમાં પડી ગ્યા. એમણે એમને હાથ પકડીને ઊભા કર્યા. આદરથી પાસેની ખુરશી પર બેસાડ્યા. ખુરશીમાં બેઠા બેડાય એ ભાઇ તો આંખ લૂછતા જાય, ગમનલાલને કહેતા જાય, ‘ગમનલાલ, મે મોટી ભૂલ કરી છે. છતે ધરે તમનેભાડાના ઘરમાં વસવાની વેળા આવી. માર થી એ પાપ થઇ ગયું છે. મને માફ કરી દો. ઘર હું બે દિવસમાં ખાલી કરીઆપીશ. આપ સુખેથી આ ના ઘરમાં આવી વસો. મારું નથી એ મને ના ખપે. ’ભાડુઆતની વાણી ગમનલાલને ભીંજવી રહી. મોડેમોડેય ભાડુઆતને ભાન થયું ગમનલાલના દિલમાં આનંદ છવાઇ ગયો.
.
ધ તીને પાટલે મહાસાગર મહિનો બેઠો. ઘીયા શેરીમાં રામાયણની કથા શરૂ થઇ.વ્યાસપીઠ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીથી શોભતી હતી. શાસ્ત્રીજી ભારે જ્ઞાની એમની વાણી અતિમધુર. સાંભળનાર ભારવિભોર બની જાય. કથામંડપ ભાવિકોથી ઊભરાય જાય. ગમનલાલના ઘરમાં રહેતો પેલો ભાડુઆત પણ રોજ કથા સાંભળે.
કથા તો રામાયણની. રામની ને ભરતની. લક્ષમણની ને હનુમાનની. કથા ભારે રસદાયક. સાંભળનારને ઊઠવાનું મન જ ન થાય. શાસ્ત્રીજીની વાણી વહેતી હતી :
રામ વનમાં ગયાં. એ ગયા તે વેળા ભરત અયોધ્યામાં ન હતાં. ગાદી ભરતને મળવાની હતી. ભરતનું બયોધ્યામાં આગમન થયું. બાપનું મોત. ભાઇઓનું અને ભાભીનું વનગમન. બધી હકિકત જાણી ભરતની વેદનાનો પાર નહિ. એને રાજ નહોતું ખપતું. આ તો દોડીને ગયો વનમાં રામ પાસે. એ કહે,
મારા ભાઇ,રાજગાદી તમારી. એ મને ન ખપે.આગહકનું હું શી રીતે ભોગવું ? રાજગાદીનો હક તમારો. મારાથી એ ગાદી પર શું બેસાય ? ગાદી તમારી. માઇ, તમે પાછા ચાલો. ગાદી સંભાળો. મારું નથી એ મને ના ખપે.’
બે ભાઇઓનું મિલન. શાસ્ત્રીજીની વાણીમાં મધુર કર્ણા. એમની આંખમાં અદીઠ આંસુડાં, સાંભળનારની આંખોય ભીંજાઇ. પેલા ભાડૂઆત ભાઈ પણ પોતાના ધોતિયાના છેડા વતી આંખો લૂછવા લાગ્યા. એમના કાનોમાં ભરતીની વાણી પડઘાતી હતી : રાજગાદી તમારી, મને એ ન ખપે. મારું નથી એ મને ના ખપે. અણહકનું મારાથી શી રીતે ભોગવાય
ભાડુઆતે રજા લીધી. ઘરના બારણા સુધી ગમનલાલ એમની સાથે ગયા. ભાડૂઆત પગયિાં ઉતરતા ગયા. બેઉના દિલ વચ્ચે પડેલ આંટી પગ એક એક પગથિયે ઉકલતી ગઇ.
- ગુજરાત સમાચાર
૬૯
Spare when you are young to spend when you are OLD.