________________
૧૪.
માન કે તેરશને? એમ પ્રશ્ન કરેલ હોત તે “એકમને ક્ષય કરવો એમ જ ઉત્તર મળતા તે વખતે પૂ. મૂળચંદજી મ. આદિ તે ઘણા મહાત્માઓ હતા, તેઓ પણ પર્વયે પૂર્વ અપને જ ય કરતા હતા. અન્યથા ભાવનગરથી પ્રાયઃ તે વખતથી જ પાવા શરૂ થયેલાં આપણાં આરાધના માટેનાં ભીતીયાં પંચાંગોમાં લૌકિક ટીપણામાંના પર્વયે પૂર્વના અપર્વતિથિને ક્ષય છપાયેલ જ છે, તે શેના આધારે છાપી શકાય છે?
(૧૨) પિજ ૨૮ ના પેગ બીજામાં “આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે જેનામતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી એવા વાતને જે પ્રચાર થએલે છે, તે તદ્દન ખોટો છે અને આરાધક આત્માઓને અવળે માર્ગે લઈ જનાર છે' એમ લખ્યું છે તે લખાણ જ સદંતર ખોટું છે. જેનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી” એમ આજ સુધી કેઇએ કહ્યું નથી, પછી એ વાતના પ્રચારને સ્થાન જ કયાં છે ? સૂર્યપ્રજ્ઞપ્તિ, જ્યોતિકરંડક આદિ જેનામતને જાણનાર તો “બાર માસમાં જ તિથિને ક્ષય તો આવે જ છે, પણ કોઈ તિથિની વૃદ્ધિ તે આવી શકતી નથી.” એમ જ કહે છે. તમે પણ તમારે ન મત નીકળ્યા પછી જ આ રીતે “જેનમતમાં પર્વતિથિની વૃદ્ધિ આવે છે' એમ સમગ્ર જૈનતિષશાસ્ત્રોથી વિરુદ્ધ બોલવા લાગ્યા છે કે ? સં. ૧૯૯૨ સુધી તે તેવું કદી બોલ્યા જ નથી
એ નક્કર સત્ય હકીકત છે કે ? હવે તેવું બોલવા લાગ્યા છે, પણ “ક્યા જેનશાસ્ત્રમાં પર્વની વૃદ્ધિ આવે છે કે એ શાસ્ત્રનું નામ અને
સ્થળ જણાવો.' એમ પૂછનારને તે શાસ્ત્રનું નામ અને સ્થળ તે જણાવી શકતા જ નથી ! પછી એ ઉલ્લેખ પરથી હવે તમને તેવું સમજાવા લાગ્યું છે, તે અજ્ઞાન આરાધક આત્માઓને અવળે માગે લઈ જનારું જ્ઞાન કેમ નહિ ?
(૧૩) પેજ ૨૯ ના પહેલા પેરામાં “જે જૈનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ થતી ન હતી તે અમાત્ર અને પરિવાર જેવા શબ્દો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com