Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 22
________________ હતું, એવી જાહેરાત કરાઈ હતી.” આ લખાણ કેટલું અસત્ય છે, એ વાચકમહાશયે જ નક્કી કરી લે, એ શુભ આશયથી આ નીચે તે સં. ૧૯૬૧ની અન્યત્ર અન્યત્ર પ્રસિદ્ધ થએલી તે વખતની વિગતો જ માત્ર રજૂ કરી દઉં છું: (૧) “શાસનસુધાકર” પત્રમાં આ પ્રસંગને અનેક વખત યથાવત જાહેર કરવામાં આવેલ છે કે “સં. ૧૯૫૧ ની તે સંવત્સરી વખતે પણ પૂજ્ય શ્રી સાગરજી મહારાજે તે ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીજો ક્ષય કરવાની પ્રાચીન પરંપરાનુસારી રીતિને જ સાચવી છે, શ્રી સકલસંધને સંવત્સરીને પ્રત્યેક ખામણ પ્રસંગને મિચ્છામિ દુક્કડ પણ પિતાની તે માન્યતાનુસારે ત્રીજના દહાડે થતી ચોથની સંવત્સરીના હિસાબે જ આપેલ છે, અને સંપમાં ભાગલા પડે તેવું સંધને લાગતું હોય તે માટે તેમાં આગ્રહ નથી” (૨) મુનિશ્રી ક્ષેમકરસાગરજી મહારાજના નામથી સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલ “આ. શ્રી રામચંદ્રસૂરિજીને સણસણતે જવાબ' નામની બુકના પેજ ૪૭ ઉપર લખેલ છે કે “૧૯૬૨ (૧) માં કપડવંજ મુકામે પૂ. આચાર્યશ્રીએ શ્રીસંઘ વચ્ચે ભા શુ. ૫ ના ક્ષયે ત્રીજને જ ક્ષય અને વૃદ્ધિએ ત્રીજની જ વૃદ્ધિ થાય એમ સાફ જાહેર કરીને કુવૃષ્ટિન્યાયે જ સંધ સાથે સંવત્સરી કરી છે. તથા (૩) તે બૂકના પેજ પ ઉપર પણ લખેલ છે કે-“પૂ. આચાર્યદેવેશશ્રીએ તે તે વખતે પણ ૧૯પરની જ માન્યતા ત્યાંના સંધ વચ્ચે જાહેર કરી છે અને સકલસંઘને સંવત્સરી પ્રતિક્રમણમાં આવતા મિચ્છામિદુક્કડ પણ તમ્મુસાર જ દીધો છે.” (૪) સં. ૨૦૦૪ માં પૂ મુનિરાજશ્રી દર્શનવિજ્યજી મ., પિતાની “જેનપર્વ તિથિને ઈતિહાસ' નામની બૂકના પેજ ૪૪ ઉપર લખે છે કે-“પૂ. શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને + અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું. એ પછી તે પંક્તિમાંની આ + નિશાનીવાળી ટીપ્પણમાં લખે છે કે-ભા. શ. ૩ ના ક્ષયના હિસાબે આવતી ભા. શુ ૪ ના રોજ સંઘને ખમતખામણાં કર્યા હતાં અને જણાવ્યું હતું કે-મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72