Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 63
________________ પરંતુ ઉપર જણાવી ગયા તેમ તે તે પ્રસંગે તે આ નવા વર્ષે પણ આ ભા શુ. ૪ અને પાંચમનું જેડીયું પર્વ, જેડે જ ઊભું રાખીને આપણી માફક ચોથ અને પાંચમ તરીકે બે દિવસ સંલગ્નપણે આરાધેલ હતું, આમ છતાં સં. ૨૦૦૪માં તે જેડીયાં પર્વને ઉદયાત ચોથના બનાવટી બહાના તળે તેડી નાખવાનું અને ભા. શુ પંચમી પર્વતથિની આરાધનાને જ શાસનમાંથી ફગાવી દેવાનું દુ:સાહસ કરેલ છે! પંચાંગમાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે ક્ષયે પૂર્વાના સંસ્કારવડે તે ક્ષણ પર્વતિથિને જ આરાધના માટે રજૂ કરવાની છે, ત્યાં ઉદયાત તિથિને આગ્રહ રાખવાને નથી, એ વાત તેઓ સમજે છે છતાં ત્યારથી ઈરાદાપૂર્વક ભૂલ્યા! અને “ f sr સિદ્ધિ વાળા ઉત્સર્ગમાર્ગને જો પર્વષય વખતે પણ વળગી રહેવાનું વિધાન હેત તે પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજે ફરમાવેલ ગણાતા ક્ષયે પૂર્વા વાળાં અપવાદમાર્ગનું વિધાન શું કામ ?” એ પ્રશ્નનો ઉત્તર આપવાનું બંધ રાખ્યું ! મહીનાની ફરજીઆત ગણાતી અષ્ટમી આદિ બાર પર્વતિથિમાંની કોઈ પણ પર્વતિથિને પંચાંગમાં ક્ષય હોય તે વખતે આપણે (તે ૩૪fમ કા સિદી સા vમા આદેશક ઉત્સર્ગ માર્ગ કાર્યસાધક બનતે નહિ હોવાથી) ઉત્સર્ગ કરતાં અપવાદને બળવાન કહેલ છે, એ વાતને ધ્યાનમાં લઈ ક્ષયે પૂર્વાન્ના અપવાદવડે તે તે ક્ષીણપર્વને સંસ્કાર આપીને આપણું આરાધનનાં પંચાંગમાં મહિનાની એક દિવસે એક જ આરાધવા સ્વરૂપ તે બારે ય પર્વ અખંડ અને સ્વતંત્ર જ ઊભી રાખતા આવ્યા છીએ, એ મુજબ સંવત ૧૯૯૨ સુધી તો આપણામાંનો આ નવો વર્ગ પણ પિતાનાં ભીંતિયાં પંચાંગમાં [ ટીપણામાંની ક્ષણપર્વતિથિને પૂર્વની ઉદયવાળી અપર્વતિથિને તે ક્ષય જ કરી નાખવાપૂર્વક] મહીનાની તે બારપર્વને તે અખંડ અને સ્વતંત્ર જ ઉભી રાખતા હતા. આમ છતાં ઉપર જણાવ્યા મુજબ સં. ૧૯૯૨ના શ્રાવણમાસે મતિવિપર્યાય થવાને લીધે ઉપરોક્ત વિષમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72