________________
એ જ રીતે તેમણે તે પરિશિષ્ટ [૪]માં શ્રી તવતરંગિણી ગ્રંથમાને બીજે પાઠ જે-ચિતાં નામ ત વતુર્દશીવરામ’િ એ પ્રમાણે આપેલ છે, તે પણ તે પાઠમાંના “ત” શબ્દ પછીને તત્થા ” પાઠ કાઢી નાખીને-કાપી નાખીને પછી જ આપેલ છે! અને તે પાઠને તેમણે જે-તે પછી ક્ષીણ ચૌદશનું કૃત્ય પણ તેશમાં જ કરે” એ પ્રમાણે અર્થ કરેલ છે તે અર્થ પણ શાસ્ત્રકારના સત્ય અર્થને હણી નાખનારો છે. તે આખા પાઠને સત્ય અર્થ– “તે પછી (અષ્ટમીના ક્ષયે જેમ સાતમને લેકનિંદાના ભયથી આઠમ ગણીને આઠમનું કાર્ય કરે છે તેમ) તે લેકનિંદાના ભયથી જ ચૌદશનું કૃત્ય પણ તેરશના દિવસે (ચૌદશ જ છે એમ માનીને ચૌદશે) કરે' એ પ્રમાણે જ છે. વિદ્વાન વાચકે અત્ર શાસ્ત્રકાર મહર્ષિના પૂર્વાપરવાનું વિચારી જુઓ, અને જેઓ મતાગ્રહ ખાતર આ રીતે શાસ્ત્રના પાઠેને પણ કાપીપીને ત્રુટક આપે છે અને તે ત્રુટક પાડના અર્થો પણ જૂકા કરીને જેનશાસનમાં નિજનું શાસન ચલાવવાની ધૂને ચઢેલા છે, તેઓને હજુપણ યથાસ્વરૂપે ઓળખી લેવા ભાગ્યશાળી બને. પરિશિષ્ટ [૪] ના તે બે પાડે અને તેના અર્થોને તેવાં કદરૂપ બનાવીને આપ્યા પછી પણ તેઓ ત્યાં છેલ્લે (અહિ પણ ૭ કે ૧૩ને ક્ષય કહ્યો નથી,) એમ કૌંસમાં લખે છે તે ધૃષ્ટતાપૂર્ણ જૂઠાણું છે. શ્રી તત્ત્વતરંગિણીમાં શાસ્ત્રકારે જણાવેલા સંસ્કૃત ભાષામાંના પ્રૌઢ અધિકારને વાચકે સાદંત લક્ષમાં લઈ શકે,
એ શુભ આશયથી મેં આ ઉપર વિસ્તારથી ગૂર્જર ભાષામાં પણ રજૂ કરેલ છે, જે સ્થિરચિતે વાંચવાથી વિદ્વાન વાચકવર્ડે સહેલાઈથી સમજી શકે તેમ છે કે-શાસ્ત્રકારે અહિં અષ્ટમીના ક્ષયે સાતમનું અને ચૌદશના ક્ષયે તેરશનું નામ લેવાને પણ સ્પષ્ટ નિષેધ કરેલ છે, તેથી ક્ષય જ જણાવેલ છે. અને “અહિ પણ ૭ કે ૧૩ને ક્ષય કહ્યો નથી.” એમ કહેનાર આ નવ વર્ગ, સમાજની અજ્ઞાનબહુલતાને લાભ
લેવા શાસ્ત્રકાર મહર્ષિના નામે પણ ઈરાદાપૂર્વક તેવું જૂઠું બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com