________________
કૃતિઓની વર્ણાનુક્રમણી (વર્ગીકૃત) [કૃતિઓને અહીં મુખ્ય ચાર વિષયવિભાગે – એતિહાસિક કથનાત્મક, જ્ઞાનાત્મક અને અન્ય – તથા એ દરેકમાં બે પેટાવિભાગે – પદ્ય અને ગદ્ય – માં વહેંચવામાં આવી છે અને તે પછી પ્રકારનામ અનુસાર જુદી પાડીને વર્ણાનુક્રમે મૂકી છે. આ વ્યવસ્થા વિશે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે.
કરવામાં આવેલા વિષયવિભાગની મુશ્કેલી ઘણું છે. મધ્યકાળમાં પ્રકારનામો ઘણું શિથિલતાથી પ્રયોજતાં. સ્તવન ગુણસંકીતનાત્મક હોય તેમ વિસ્તૃત ચરિત્ર પણ રજૂ કરતું હોય, ચોપાઈનામક કૃતિ કથનાત્મક હોય, જ્ઞાનાત્મક હોય તેમ વર્ણનાત્મક પણ હોય. આથી પ્રકારનામો વડે જ વિભાગીકરણ કરવાનું તે શક્ય જ નહોતું. કૃતિની સામગ્રીમાં જવું પડે તેમ હતું. પરંતુ કૃતિ કયા વિષયવિભાગની છે તેને નિર્ણય કરવાની પર્યાપ્ત સામગ્રી કૃતિના આ ગ્રંથશ્રેણીના ઉદ્દત ભાગમાં હંમેશાં નથી અને કૃતિ મુદ્રિત હોય તો ત્યાં સુધી કે અન્ય આધાર સુધી જવાનું શક્ય બન્યું નથી. એટલે કેટલાક સ્થળ નિર્ણયો લઈને ચલાવવું પડયું છે, ક્યાંક ઉદ્ધત ભાગમાંથી નાનકડી પણ ચાવી મળતાં એને અનુલક્ષીને નિર્ણય કર્યો છે (“કક્કાવળી” કે “સ્તવન' નામની કૃતિના ઉદ્દત ભાગમાં “ચરિય” શબ્દ જોવા મળતાં કૃતિને કથનાત્મક ગણું લીધી છે), તે ક્યાંક કેવળ અનુમાનને આશ્રય લેવાને થયું છે. આથી, મૂળ કૃતિ સુધી જતાં અહીં કરવામાં આવેલું એનું વર્ગીકરણ અયથાર્થ નીવડે એવાં સ્થાન ભવિષ્યમાં જડી આવે એ સંભવ રહે જ છે. કૃતિ, એના સ્વરૂપથી જ, કયા વિષયવિભાગમાં જાય એને સંશય રહ્યા કરે એવી હેય, એકથી વધુ વિભાગને સ્પશતી હોય એવું પણ બન્યું છે. એવા કિસ્સાઓમાં પણ
સ્થૂળ નિર્ણયથી કે એક યા બીજા લક્ષણ ઉપર વધુ વજન આપ વગી. કરણ કરવાનું થયું છે. એટલે અંશે આ વગીકરણ પ્રવાહી ગણાય.
આવી મુશ્કેલીઓ છતાં વિષયવિભાગો કરવાનું ઇચ્છવું છે તેનું કારણ એ છે કે ઘણી કૃતિઓને વિષયવિભાગ સ્પષ્ટ છે અને આવા વિષયવિભાગો કરવાથી અભ્યાસીઓની ઘણુ સગવડ સચવાય તેમ છે. અભ્યાસીઓ, આગળ નોંધેલી મર્યાદાઓને લક્ષમાં રાખીને આ વર્ગીકરણને ઉપયોગ કરશે, પિતાના અભ્યાસવિષય ઉપરાંત બીજા વિષય પર પણ નજર નાખશે અને સળંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org