________________
કૃતિઓની વર્ણનુક્રમણી (વર્ગીકૃત) દીધું છે. પરંતુ કેટલેક ઠેકાણે કૃતિઓ એક ઉપર બીજું, ત્રીજું પ્રકારનામા ધરાવે છે. ત્યાં જે પ્રકારનામ હેઠળ યાદી થતી હોય તેને છોડીને તે પૂર્વેને ભાગ મૂક્યો છે. નેમિનાથ ચરિત ચોપાઈ' જેવું નામ હોય તો “ચરિત” હેઠળ “નેમિનાથ” એટલે જ નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ ચોપાઈ હેઠળ કનેમિનાથ ચરિત” એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. આનાથી એક કેયડે પણ ઊભો થાય છે. સળંગ વર્ણાનુક્રમણમાં નેમિનાથ ચરિત ચોપાઈ પહેલાં આવે, નેમિનાથ ચોપાઈ' પછી. તેથી “ચોપાઈ' હેઠળ પણ નેમિનાથ ચરિત' પહેલાં અને નેમિનાથ' પછી એમ જ મૂકવું પડે. પણ, આવા કિસ્સામાં નેમિનાથ (ચરિત)' એમ “ચરિત” શબ્દને કૌંસમાં મૂકી એની સળંગ વર્ણાનુક્રમણમાંની સ્થિતિને નિર્દેશ કર્યો છે.
કેટલીક કૃતિઓમાં પ્રકાનિદેશક લેખાય એવું નામ આરંભમાં જ આવે છે કે પ્રકારનામ પછી પ્રકારનામ ન ગણાય એવો શબ્દ આવે છે. આવા કિસ્સામાં આખું કૃતિનામ લખવાનું રાખ્યું છે – જેમકે “કથા'માં “કથાસપ્તક” તથા “વાગ્વિલાસ કથા સંગ્રહ”, “ગુર્નાવલીમાં “ગુર્નાવલી રેલુઆ', મોહનલિ'માં “મેહનવેલિ ચોપાઈ વગેરે. એકલા પ્રકારનામથી પણ કૃતિઓ સળંગ વર્ણાનુક્રમણીમાં નોંધાયેલી છે. તેમને પણ અહીં જે-તે પ્રકાર હેઠળ એના વર્ણાનુક્રમમાં દર્શાવી જ છે – જેમકે, “સઝાય” હેઠળ, ‘સઝાય”, “વન” હેઠળ “સ્તવન” એમ કૃતિ પણ નોંધાયેલી મળશે.
કેટલીક કૃતિઓ અહીં જેને પ્રકારનામ ગણાવ્યાં છે તેમાંનું કોઈ નામ ધરાવતી નથી. એવી કૃતિઓની યાદી “પ્રકીર્ણ” હેઠળ કરી છે. અર્વાચીન નાટક પણ, કૃતિનામમાં પ્રકારના અંતર્ગત ન હેઈ, પ્રકીર્ણ વિભાગમાં ગયાં છે.
આ વગીકૃત વર્ણાનુક્રમણમાં કૃતિક્રમાંક કે ભાગ-પૃષ્ઠક દર્શાવ્યા નથી. એ સળંગ વર્ણાનુક્રમણમાંથી જ જોઈ લેવાના રહેશે. માત્ર એક જ નામની એકથી વધારે કૃતિઓ હોય અને એ જુદાજુદા વિભાગોમાં જતી હોય ત્યારે કૃતિક્રમાંક કૌંસમાં મૂકી કૃતિ નિશ્ચિત કરવાની કોશિશ કરી છે. પણ એવું બધે સ્થાને બની શકયું નથી. એટલે વગીકૃત વર્ણાનુક્રમણને ઉપયોગ કરનારને થોડી અગવડ કવચિત વેઠવાની આવશે.
ઉપરાંત, સળંગ વર્ણાનુક્રમણમાં પ્રકારના વિકલ્પસ્થાને હોય ત્યાં પ્રકારનામનો વર્ણ ક્રમ રહેતો નથી. આ વર્ગીકૃત વર્ણાનુક્રમણમાંની કૃતિ સળંગ વર્ણાનુક્રમણમાં શોધતી વખતે, આથી, પ્રકારનામને એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org