________________
સંવતવાર અનુક્રમણિકા [આ અનુક્રમણિકામાં કૃતિના રચનાવવું અને એની હસ્તપ્રતના લખ્યાવર્ષ એટલેકે લિપિબદ્ધ થયાના વર્ષને સમાવેશ છે. સાથે કૃતિનામ, રચનાર અથવા લખનાર એટલે લહિયાનું નામ અને ભાગ-પૂછાંક દર્શાવ્યાં છે. રચનાવવું હોય ત્યાં રચનારનું નામ અને લખ્યાવર્ષ હોય ત્યાં લખનારનું નામ એવી યેજના છે. રચનાવષ અને રચનારના નામ પૂવે “ર.” સંજ્ઞાથી અને લખ્યાવર્ષ અને લખનારના નામ પૂવે “લ.” સંજ્ઞાથી, અને નિર્દેશ કર્યો છે.
બધે જ વિક્રમ સંવતને ઉપયોગ કરેલો છે. અન્ય સંવત હોય તે એને વિક્રમ સંવતમાં ફેરવેલ છે. મૂળમાં સંવતદર્શક સાંકેતિક શબ્દો હોય અને એનું અર્થઘટન ન થયેલું હોય તો અહી કરીને મૂક્યું છે.
ઘણી હસ્તપ્રતોની પુષિકાઓ એવી છે કે લહિયાનું નામ નિશ્ચિત કરવામાં મૂંઝવણ રહે છે. લહિયાનું નામ સ્પષ્ટ રીતે જુદું પડતું ન હોય અને લાંબી ગુરુશિષ્ય પરંપરાને નિર્દેશ હોય ત્યાં સામાન્ય રીતે છેલ્લે નામ લહિયાનું માન્યું છે. ક્યાંક બે લહિયા હોવાને પણ તર્ક કરવાને થયો છે. “ધનવિજયગણિ શિ. રામવિજય વાચનાથે' એ પ્રકારનો નિર્દેશ હોય અને લહિયાનું અન્ય નામ સ્પષ્ટ રીતે મુકાયેલું ન હોય ત્યાં ધનવિજયગણિએ પિતાના શિષ્ય રામવિજય માટે પ્રત લખી છે એવું અર્થઘટન કર્યું છે, જે અર્થઘટન બધે સાચું હોવા સંભવ નથી. અનુમાનથી કે તથી કરેલાં આવાં અર્થઘટનો પ્રશ્નાર્થ સાથે મૂક્યાં છે. “લિખાપિતથી આવતાં નામે અહીં લીધાં નથી – એમાં કવચિત લખનારના નામનો નિર્દેશ હોવાનો સંભવ દેખાયો છે છતાં, કેમકે સામાન્ય રીતે એ પ્રત લખાવનાર છે એમ જ અર્થ થાય. બે નામો અલ્પવિરામથી જુદા પાડેલાં છે ત્યાં બે વ્યક્તિઓ છે અને એ રીતે જુદાં નથી પાડ્યાં ત્યાં પુત્ર-પિતાનાં નામે છે એમ સમજવાનું છે. કેટલેક ઠેકાણે નામ સાથે જ્ઞાતિ કે અવટંકસૂચક શબ્દ પણ લઈ લીધો છે એ તે સ્વતઃ સ્પષ્ટ થશે. એથી લહિયાઓ સમાજના કયા કયા વર્ગોમાંથી આવતા હતા તેનું ચિત્ર સચવાય છે. એ જ રીતે હસ્તપ્રત લખનાર સ્ત્રી હોય – સાધ્વી કે અન્ય – ત્યારે એ દર્શાવતો નિદેશ પણ સાચવવાનું રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org