________________
નામની વણુંનુક્રમણ [આ નામસૂચિ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી છેઃ (૧) વ્યક્તિનામો (૨) સ્થળનામો અને (૩) વંશગોત્રાદિનાં નામો.
આ નામસૂચિ કૃતિઓના ઉહત ભાગ તેમજ પહેલી તથા બીજી આવૃત્તિની સંપાદકીય નોંધોમાંથી કરવામાં આવી છે, પણ એમાં હેતુ મધ્યકાલીન સામગ્રીને જ સમાવવાને રહ્યો છે. તેથી સંપાદકે સંદર્ભ તરીકે આધુનિક સમયના આધારો આપ્યા છે તેમાં આવતાં નામોને, સ્વાભાવિક રીતે જ, આ સૂચિઓમાં સમાવેશ કર્યો નથી. હસ્તપ્રતનાં પ્રાપ્તિસ્થાનમાં આવતાં વ્યક્તિનામો કે સ્થળનામો પણ, એ જ રીતે, અહીં લીધાં નથી. આ ઉપરાંત, પૌરાણિક તરીકે ઓળખાવી શકાય એવાં તીર્થકરાદિનાં નામો, પૌરાણિક-ધાર્મિક-લૌકિક કથાઓનાં પાત્રનામ ને એ સામગ્રી સાથે સંકળાયેલાં સ્થળનામો પણ અહીં બાકાત રાખ્યાં છે. પરંતુ કતિ ઐતિહાસિક હોય તો એની સાથે સંકળાયેલાં સર્વ નામોને અહીં સમાવેશ કર્યો છે. કેટલીક કૃતિઓમાં લાંબી પાટપરંપરા આવે છે, ત્યાં સં.૧રમી સદી પૂર્વેનાં નામે આ સૂચિમાં લીધાં નથી. (જોકે એવા નામે અન્ય સંદર્ભ માં આવેલાં હશે તે લેવાયાં પણ હશે.) આમ, ઘણું બધી રીતે આ કેવળ મધ્યકાલીન ઐતિહાસિક નામસામગ્રીની સૂચિ છે. જૈન ગૂર્જર કવિઓ'ની સામગ્રી અર્વાચીન કાળને જરાક સ્પર્શે છે તેથી એવાં નામે અહીં ચેડાંક જડશે એ અપવાદ છે.
વ્યક્તિનામોને કેયડે જરા મૂંઝવણભર્યો હતો. જૈન ગૂર્જર કવિઓની આ વિશાળ સામગ્રીમાં એક ને એક નામ અનેક વાર આવે ને વ્યક્તિઓ જુદી હોય. જેન સાધુનામાં તો એવું ખૂબ જ બને. માત્ર નામસૂચિ કરી હોય તો સંશોધકોને આ સૂચિની સહાય લેવામાં અગવડ પડે. કોઈ એક્કસ દેવવિજયના સંદર્ભો મેળવા માટે એણે બધા દેવવિજયનાં પાનાં સુધી પહોંચવું પડે. આ ખ્યાલથી, છેડે વિશેષ શ્રમ કરીને પણ, જૈન સાધુનામોને એમના ગ૭ ગુરુ અંગેની જે કંઈ માહિતી પ્રાપ્ય હોય તેની સાથે, જુદાં પાડીને અહીં મૂકવામાં આવ્યાં છે. જ્યાં એવી ઓળખ મળી નથી ત્યાં નામને એમ ને એમ રહેવા દીધું છે. પિતાનું નામ અને ગ૭-ગુરુનામ પણ એક જ હોય એવી બે વ્યક્તિઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org