________________
જૈન ગૂજર કવિએ : ૭
જરૂર લાગી ત્યાં પડિત/પન્યાસ (૫.) એ આળખ પણ અલગ રાખી છે. ગચ્છની શાખાનું નામ ખાસ કારણ વિના લીધું નથી. સામાન્ય રીતે ગચ્છની કાઈ પણુ એક ઓળખ રાખી છે કેમકે એક જ વ્યક્તિને જૂનાંનવાં જુદાંજુદાં ગચ્છનામેાથી ઓળખાવવામાં આવી હેાવાનું પણ જોવા મળ્યું છે. ચંદ્રગચ્છમાંથી તપગચ્છ, તેમાંથી નાગપુરીય તપગચ્છ, તેમાં પા ચન્દ્રગચ્છ, તેમાંથી સુધર્મા કે બ્રહ્મામતીગચ્છ નીકળતાં આમ થવું સ્વાભાવિક છે. સંભ્રમ ન થાય તે માટે કવચિત વિકલ્પ રૂપે એકથી વધુ ગચ્છનામ આપ્યાં છે.
ગુરુનામમાંથી ગણ, સૂરિ વગેરે શબ્દો છેડી દીધા છે. ત્યાં એ આવશ્યક ન હેાવા ઉપરાંત, જગ્યા બચાવવાના ઉદ્દેશ પણ રહ્યો છે. ગુરુ અને પાટપરંપરા એ ઘણી વાર જુદી હાય છે. આને નિર્ણય કરવા બધે સરળ નથી, પણુ જ્યાં પરિસ્થિતિ જે રૂપે સ્પષ્ટ થઈ તે રીતે અહી મૂકવાની કેાશિશ કરી છે.
૪૪૦
સાધ્વીનામેામાં ગચ્છ કે ગુરુણીનાં નામ આપ્યાં નથી. સાધ્વીનામેા આછાં તે એક તે એક નામ પણ એછી વાર આવે તેથી સંશેાધકને ઝાઝાં પાનાં ફેરવવાનાં નહીં આવે એમ માની જગ્યા બચાવવાના આશયથી આમ કર્યું છે.
સાધુનામે। અને અન્ય વ્યક્તિનામાને જુદાં રાખવાનું જરૂરી ગણ્યું છે. આથી જે સાધુનામમાં ગચ્છ કે ગુરુનામ ન હેાય, કે ગિ/વા. જેવી ઓળખ પણ ન હેાય ત્યાં મુનિ/સાધુ/ઋ. એવા શબ્દોથી એ સાધુ હેવાને સંકેત કર્યો છે. અલબત્ત ‘કમલવિજય' જેવાં નામેા સાધુનાં જ સંભવે છે ત્યાં આમ કરવું આવશ્યક નથી લેખ્યું. વળી કેટલાંક નામા પરત્વે એ સાધુ છે કે નહીં તેનેા નિર્ણય થઈ શકયો નથી ત્યાં કશી ઓળખ વિના જ નામ મૂકવાનું થયું છે.
શ્વેતર નામેામાં કશી વિશેષ ઓળખ સાચવી નથી, તેથી એક નામમાં એકથી વધુ વ્યક્તિઓને સ્વાભાવિક રીતે જ સમાવેશ હેાય. પર ંતુ ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓને જુદી રાખવાની કાશિશ કરી છે. આ ઉપરાંત, જૈન અને અજૈનને ભેદ પણ સાચવવાના ઇરાદા રહ્યો છે કેમકે એથી જૈન પર પરામાં અજૈને તે પણ કેટલું સ્થાન હતું તે એમની કેવી સહાય હતી એનું ચિત્ર આપણને મળે છે. જૈનને શ્રા, કે શ્રાવિકા તરીકે આળખાવ્યાં છે તે અજૈનને એમના જ્ઞાતિ વગેરેના નિર્દેશ દ્વારા જુદાં રાખવાની કાશિશ કરી છે. રાજવી, મંત્રી વગેરે પણ જુદા દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org