________________
નામાની વર્ણાનુક્રમણી
ઘણાં નામેા પરત્વે આ પણ નિર્ણય થઈ શકયો નથી, ત્યાં સ્થિતિ એમ ને એમ જ રહેવા દીધી છે. કાઈ નામેા સ્ત્રી કે પુરુષનું હેાવા વિશે સંશય થાય એવું હેાય ત્યાં થઈ શકે તે સ્પષ્ટતા કરી છે.
સાધુઓનાં દીક્ષા પૂર્વેના સંસારી નામને શ્રાવકનામમાં જ મૂક્યું છે તે વિશેષ એળખ આપી નથી પણ સાધુઓના પ્રથમ દીક્ષાનામ પછી નામ બદલાયું હેાય તેા બન્ને એળખને જોડી આપવાનું સ્વીકાર્યુ છે.
ખીન વિભાગમાં વંશ, ગેાત્ર, કુલ, જ્ઞાતિ વગેરે નામે આળખાતા સામાજિક વગ ભેદનાં અને અવટકાનાં નામેાને સમાવેશ કર્યા છે. વણિક, બ્રાહ્મણ જેવાં વ્યાપક ને મેટાં જ્ઞાતિનામેા એમાં સમાવ્યાં નથી, એથી કઈ અર્થ સરતા નથી એમ માનીને. એ જ રીતે વિષ્ણુકા માટે વ્યાપક રીતે ઓળખાતી ‘શાહ'ની તે બ્રાહ્મણ માટેની ‘ભટ'ની ઓળખને પણ સમાવેશ કર્યાં નથી. ‘સંધવી' એ સંધ લઈ જનારના અર્થમાં પદવીસૂચક હેાય ત્યાં એ પણ લીધેા નથી ને ‘મહેતા' (=મંત્રી) જેવા વ્યવસાયસૂચક શબ્દાને પણ લીધા નથી, જોકે ‘સેાની’ જેવા વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગના ઉલ્લેખને સાચવી લીધેા છે. આમાંનાં કેટલાંક નામેા મૂળ સામગ્રીમાં સ ંક્ષેપાક્ષર રૂપે (જેમકે દેશી = દે.) પણ હશે એ આ સૂચિને ઉપયેાગ કરનારે લક્ષમાં રાખવાનું રહેશે.
૪૪
સ્થળનામેામાં દેશ, રાજ્ય, વિસ્તાર, ગામ, ગામનાં પરાં, પેાળ, ચેક આદિ વિશિષ્ટ સ્થાને, નદી, જલાશય, પર્વત વગેરેનાં નામાના સમાવેશ કર્યો છે. આવશ્યકતા લાગી ત્યાં આ નામ શાનું છે એની ચેાખવટ કરી છે. ગુર્જર દેશ જેવાં વ્યાપકપણે મળતાં નામેાના બધા જ ઉલ્લેખે અહીં કદાચ નેાંધાયા ન પણ હેાય. તીનામેા, તીથ જ્યારે કાઈ ઐતિહાસિક પ્રસંગ કે હકીકત સાથે સંકળાયું હેાય ત્યારે જ આપ્યાં છે. તીથ દેવતાને અનુલક્ષીને રચાયેલાં અનેકાનેક સ્તવનામાંથી તીનામ લેવાનું શકય બન્યું નથી.
આ સૂચિમાં નામાની ગાઠવણીના પ્રશ્ન પણુ વિચારવાને થયે છે. સાધુનામાની ગેાઠવણીમાં કર્તાઓની નામસૂચિમાં દર્શાવ્યા મુજબના ક્રમ રાખ્યા છે ને ચંદચંદ્ર, જિણ/જિત, ન્યાન/જ્ઞાન, મહિ/મહી, માણિક માણિકય/માણૂકમાંણિક, રતન/રત્ન જેવા ભેદે અવગણી નામેાને એક જ ક્રમમાં ગાઠવ્યાં છે. જરૂર લાગી ત્યાં પ્રતિનિર્દેશ કર્યો છે. શબ્દાર‘ભના Rsસ્વ-દી ‘ઇ' ‘ઉ'ને ભેદ અવગણી એમને એક જ ક્રમમાં ગોઠવ્યાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org