________________
નામાની વર્ણાનુક્રમણી
એમ થઈ શકયું નથી. કૃતિના ઉદ્ભુત ભાગેામાં પણ એક પછી એક આવતાં નામેા શિષ્યપર પરાનાં હાવાની સ્પષ્ટતા બધે હાતી નથી. ગચ્છપતિ તરીકે ઉલ્લેખ હૈાય ત્યાં તેને જ ગુરુ માની લેવા કે ક્રમ (કચારેક આ હકીકત ખાટી ઠરી છે) એનેા સંશય રહે છે. આવાં બધે સ્થાને ખીજ ચાવીઓથી કંઈ નિશ્ચિત કરી શકાયું. હાય તા કર્યું' છે, સંશય લાગ્યું. ત્યાં પ્રશ્નાર્થ સાથે માહિતી મૂકી છે, તેા જ્યાં સંશયાત્મક તર્ક ની ભૂમિકા પણ ન સાંપડી ત્યાં નામેા કશી ઓળખ વિના જ મૂકયાં છે.
૪૩૨
મૂળ સામગ્રીમાં કૃતિના ઉદ્ભુત ભાગનું અંધટન કરીને મથાળે ર્તાનામ સાથે ગુરુપરંપરા આપવામાં આવી છે. આ સૂચિ થતાં એ અધટનામાં ભૂલ થઈ હેાવાનું દેખાયું છે. તે ઉપરાંત ઉષ્કૃત અંશામાં જ નામ ભ્રષ્ટ હાય, શબ્દભંગ ખાટા થયેા હેાય, નામ હાય છતાં વાંચી ન શકાયુ' હાય તથા આપેલી માહિતી ભ્રાન્ત હેાય એવાં સ્થાને પણ આ સૂચિ સાથે કામ પાડતાં-પાડતાં દેખાયાં છે. એવું જે કંઈ દેખાયું તે અહીં સુધારી લેવામાં આવ્યું છે તે આવશ્યક જણાઈ ત્યાં સંપાદકીય નોંધ પણ મૂકવામાં આવી છે. મૂળ સામગ્રીમાં નામે કાળાં ખીબાંમાં (પુષ્પિકામાં પહેલા અક્ષર કાળા બીબામાં) મૂકવાની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, પણ હવે એવી સ્થિતિ જોવા મળશે કે સૂચિમાં દર્શાવવામાં આવેલું નામ જે-તે પૃષ્ઠ પર કાળાં બીબાંમાં ન હેાય અથવા ખાટા શબ્દભંગથી પણ રહેલું હેાય. પાનાં પર નામેા શેાધતી વખતે આ હકીકતને ખ્યાલ રાખવાના રહેશે.
આમ, ઘણીબધી રીતે આ સામાન્ય સૂચિ નથી, સાધિત સૂચિ છે. આ જાતનું સંશાધન મુખ્યત્વે સાધુનામસામગ્રી પરત્વે જ થયું છે, પરંતુ અન્ય વ્યક્તિનામેા, સ્થળનામેા વગેરેમાં પણ કચારેક શુદ્ધિ કરવાના પ્રસંગે! આવ્યા છે તે જોઈ શકાશે
સાધુનામાની અહીં અપાયેલી સવીગત સૂચિમાં પટ્ટાવલી માટેની ધણી નવી સામગ્રી ઊભી થઈ છે. અનેક ગચ્છા-શાખાઓમાં વહેંચાયેલા જૈન સાધુસમાજની પટ્ટાવલીનાં ઘણાં સાધનેામાં આ એક મહત્ત્વને ઉમેરે છે, પણ વ્યવસ્થિત બૃહત્ પટ્ટાવલી રચવી એ જુદું તે ઘણું પડકારરૂપ કાર્ય છે એ તા થાય ત્યારે ખરું.
સાધુનામાની અલગ ઓળખ માટે સ્રર, ગણિ જેવા શબ્દો સાચવ્યા છે (ગણિ, ઉપા., વા.ને પર્યાયરૂપ ગણી એક જ આળખ સાચવી છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org