________________
૧૭૦
જૈન ગૂર્જર કવિઓ: ૭
હુલાસને નહીં. આ વિવેકે આ સંપાદકના જ ગણાય અને બીજા અભ્યાસી બીજ વિવેક કરે એમ બને.
આ પ્રકારનામે માત્ર ગુજરાતી કૃતિઓનાં જ છે. સંસ્કૃતાદિ ઘણું કૃતિઓના બાલાવબધો અહીં નોંધાયેલા છે. એમાં મૂળ કૃતિના નામમાં પણ પ્રકારનામ સમાયેલું હોય જ. એ પ્રકારનામાને અહીં લક્ષમાં લીધાં નથી. અહીં મધ્યકાલીન ગુજરાતીની પરિસ્થિતિ જ પ્રતિબિંબિત કરવાનું ઈચ્છયું છે. કેઈ વાર મૂળ આધારભૂત કૃતિનું પ્રકારનામ જ એને ગુજરાતી અવતાર સમી કૃતિમાં પણ રહ્યું છે ને અહીં આવી ગયું છે એ જુદી વાત છે.
પ્રકારનામોની આ દુનિયા કેવી વૈવિધ્યભરી છે એ છેડે મૂકવામાં આવેલી સૂચિ પરથી જણાઈ આવશે. એમાં વિદ્યસામગ્રીનિર્દેશક નામો છે – ગુર્નાવલી, ચૈત્યવંદન, તીર્થમાલા, પૂજા, પારણું, ફાગુ, વસંત, હારી વગેરે; છંદ કે છંદયોજનાના નિર્દે શક નામ છે – ગઝલ, ચંદ્રાવળા, કુંડળિયા, દુહા, પદ, સવૈયા વગેરે; ઘટકસંખ્યાનિદેશક નામો છે – અષ્ટક, અઠાવીસે, ચેવશી, પચીસી, બહુત્તરી, સત્તાવની વગેરે વિષયસ્વરૂપને નિર્દેશતાં નામ છે – આખ્યાન, કથા, ચરિત, ટીકા, વાર્તા, વ્યાખ્યા, વાર્તિક, સારોદ્ધાર વગેરે; કેટલાક અભિવ્યક્તિની વિશિષ્ટ તરાહે પર આધારિત નામ છે – કક્કો, કાગળ, પત્ર, લેખ, તિથિ, બારમાસ વગેરે; કૃતિના વ્યાવહારિક પ્રયોજન-પ્રસંગમાંથી આવેલાં નામે છે – ગદુંલી, પ્રભાત વગેરે; તો આગળ દર્શાવ્યું તેમ ઘણાં રૂપકાત્મક નામ પણ છે. આ નામોએ એમનાથી નિદેશાતા મૂળ અર્થ કે પ્રયોજનને ગુમાવ્યા છે એમ પણ દેખાય છે – “પાઈ'નામક કતિમાં ચેપાઈ ઉપરાંત અનેક છંદ-દેશીઓ હોય છે; “ફાગુ વસંતવર્ણન કરવાને બદલે લાંબી કથાઓ કહે છે વગેરે. એક જ આકાર-પ્રકારની કૃતિઓ કે એક જ કૃતિ ઘણાં વિવિધ – એકબીજાથી ઘણાં વિભિન્ન પણ – પ્રકારનામો ધરાવે છે અને એક જ પ્રકારનામ જુદાજુદા વિષયવિભાગોમાં વહે છે એ બતાવે છે કે પ્રકારનામની મધ્યકાલીન વ્યવસ્થા ઠીકઠીક પ્રવાહી અને શિથિલ બની ગઈ છે.
પાઈ રાસ” “ટબો/બાલા./સ્તબક વગેરેને સળંગ વર્ણાનુક્રમણીમાં પર્યાયરૂપ ગણું સાથે જ રાખ્યાં છે તેમ અહીં પણ કર્યું છે, અલબત્ત પ્રતિનિદેશ કરીને દરેક નામને એના વર્ણાનુક્રમમાં સાચવી લીધું છે. દરેક પ્રકાર હેઠળ કૃતિનામયાદી વર્ણનુક્રમે કરી છે ત્યાં જે તે પ્રકારનામ છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org