Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તુતિ જૈન દર્શન એ ભારતીય સંસ્કૃતિનો મુગુટમણિ છે. મૌલિક દ્રષ્ટિબિંદુથી સુશોભિત આ ધર્મ પોતાના વિશિષ્ટ તત્ત્વજ્ઞાનના લીધે વિશ્વમાં સૌને હંમેશા આકર્ષિત કરે છે, આનંદિત કરે છે, આરાધક બનાવે છે. આ તત્ત્વજ્ઞાનને વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રજૂ કરવાની કોશિશ પ્રત્યેક સમયે જૈનાચાય એ કરી છે. આ પુસ્તક પણ એ કોશિશનો જ એક ભાગ છે. થોડાંક વર્ષ પૂર્વે મુંબઈમાં વિહા૨કાળમાં તાત્ત્વિક પ્રવચનો કરેલાં તેની સંગ્રહિત નોંધોમાંથી આ પુસ્તક લખાયું છે. માત્ર જૈન દર્શન શું છે તેની પ્રાથમિક પણ મહત્ત્વપૂર્ણ સમજ આમાંથી મળી રહેશે. અનુપમ રહસ્યોથી સભર આ ઘર્મન્ત સમજવા જેટલો પ્રયત્ન જ્યારે પણ થાય તે હંમેશા કર્મનિર્જરાનું ઉત્તમ સાધન પૂર્વસૂરિઓએ કહ્યું છે. હવે ક્યારેક જિનતત્વના રહસ્યો સમજાવવા માટે એક અલગ ગ્રંથ કરવાની ભાવના છે. આ પુસ્તકની હસ્તપ્રત સેંકડો હાથમાંથી પસાર થઈ છે અને તેને માટે મળેલાં તમામ સૂચનો તેમાં સમાવી લેવાયા છે. એમાંથી થોડાંક લેખો “પ્રબુદ્ધજીવનમાં ત્યારે પ્રકટ પણ થયેલાં. હંમેશા તેના માટે આગ્રહ થતો રહ્યો કે એ જલદી પ્રકટ થાય પણ તે અનેક કાર્યોની વચ્ચે આજે ૧૨-૧૩ વર્ષ પછી ગ્રંથ દેહી થાય છે. એનો એવો સમયકાળ નિમયો હશે ! આ કાર્ય સંપૂર્ણ થાય છે ત્યારે જેણે આ કર્મભૂમિમાં અનંત જીવોને તાય છે તેવા આ જિનતત્વ પ્રત્યે અંતરમાં સવિશેષ શ્રદ્ધા વિકસે છે અને સવેળા મને પણ તે મોક્ષદા બની રહે તેવી પ્રાર્થને ભીતર જાગે છે. આમાં ક્યાંય પણ ધર્મતત્વનું અનુસંધાન તૂટયું હોય તો હું ક્ષમા પ્રાર્થ છું. જૈન દર્શન એ સાચા અર્થમાં આત્મદર્શન છે. નિજગુણમાં ૨મણ કરવાની ભાવના પ્રકટ કરવા માટે આત્મા અને તેની આસપાસ રહેલા વાસ્તવને ઓળખવું જોઈએ અને તે માટે જૈનધર્મ સહાયક બને છે. એ જૈનધર્મનો પરિચય અહીં પ્રસ્તુત છે. જૈનકુળમાં જન્મેલા જૈનને તો પોતાના ધર્મનો પરિચય હોવો જ જોઈએ અને તે માટે આ ધર્મગ્રંથ ઉપયોગી બની જ રહેશે પણ જેન/જૈનેતર સૌને આ પરિચય પ્રિય થશે જ તેવી મને શ્રદ્ધા છે. - મુનિ વાત્સલ્યદી ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100