________________
વર્ષફળ દશા. મંગળા, પીંગળા ધાન્યા. ભ્રામરી.ભદ્રિકા. ઉલકા સિદ્ધસંકટ. વર્ષ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
આ જાતની કઇ દશામાં જન્મ થ , એ જાણવાને અશ્વનીથી જન્મ વખતના નક્ષત્ર સધી ગણતાં જે સંખ્યા આવે તેમાં ત્રણ મિળવીને તેને આડે ભાગતાં એક બાકી રહે તે મંગળા, બે રહે તે પીંગળા, ત્રણ રહે તો ધાન્યા, એ રીત આગળ પણ જાણવું અને શૂન્ય રહે તો સંકટ જાણવી.
૭૨ જન્મતીથી આખા જન્મનું સારું નતું ફળ કેહવાય છે તેમ વર્ષફળથી એક વર્ષનું સારું નરતું ફળ કહેવાય છે. જન્મ વખતે સંય જે શશિના જે અંશ કળા ને વિકળાએ હૈયછે; તે રેશિના તેજ અંશ, કળા, ને વિકળાએ પાછો આવે ત્યારે વર્ષ પૂરું થયું કહેવાય છે. જેથી દરેક માણસને સારૂ નવું વર્ષ કયે દહાડે, કેટલી ઘડીએ, અને પળે બેસશે તે નકી કરીને, તે ઘડી પળ ઉપરથી ૬૧ મી કલમમાં જેમ જન્મ લગ્ન તૈયાર કરે છે, તેમ તે પણ તવાર કરે છે. તેને સારૂ પણ તેવીજ એક કુંડળી કરીને તેમાં પહેલા આસનમાં તે આવેલું લગ્ન અને તે દિવસના ગ્રહ મૂકે છે. આ વર્ષ ફળની અંદર, જમાતરીની માફક ચળીત, નવમાંશ વગેરે લગ્ન કરાવે છે, અને છેવટ દશાલખ્યા પછી માસ ઊપજાવે છે.
૭૩ જાતરી અને વર્ષફળ ઉપરથી ભવિય જોવાછે. પરંતુ જે માણસના જન્મ કાળની યાદ ન હૈય, તેની પાસે જોશીલો પ્રશ્ન મૂકાવે છે. અને એ પ્રશ્નના વખતને જન્મને વખત કલ્પીને જતરીની માફક બધું પીંગળ કરે છે તેને
૧ વર્ષ ફળની અંદર જે વર્ષ ઉપજાવે છે તે ને સાર વર્ષ એ એકજ છે.
૨ ચાલતા શકમાંથી જન્મનો શક બાદ કરીને ને તે એક,પંદર એકત્રીશને ત્રીશ ગુણે છે, એકે ગુણતાં આવે તે વાર પંદરે ગુણતાં આવે તે ઘડી, એકની ગુણનાં આવે તે પળ, અને ત્રીશે ગુણતાં આવે ને અક્ષર(વાળ)કહે છે, આ આવેલાવાર , ઘડી મળને અક્ષરમાં જન્મની ઘડીપળમેળવે છે તેને જેસરવાળો આવે છે તે વાર, ઘડી, પળ, ને અક્ષરે નવું વર્ષ બેસશે એમ કહે છે.
Aho ! Shrutgyanam