________________
ખરતા તારા વિષે ખરૂ વણું.
૧૦૬ આકાશની અંદર કોઈ ભાગ ઉપર બાણુ અથવા તીરની માફક આપણને જેવો પ્રકાશ દેખાય છે તે જ જતો રહેલો માલૂમ પડે છે. એ બનાવને આપણે તાર ખ એમ કહીએ છીએ. કઈ કઈ વખત એવા ખરતા તારાઓથી ગડગડાટ જેવો અવાજ પણ થાય છે. એક વેળાએ ખરતા તારાથી એ તો અવાજ થયો હતો, કે ઘરનાં બારી બારણુ અને પાયા ધ્રુજવા માંડયાકોઈ કોઈ વખત આકાશની અંદર એક નાનું ધાબું અથવા વાદળ બને છે અને તે ફાટીને તેમાંથી હજારો તારા વિખરાઅને ઝડપથી જતા રહે છે.
૧૨૫ એ ખરતા તારાઓના પૃથ્વી પરથી હાથ - વિલા કડકાઓની તપાસ કરા ઉપરથી હાલના વિદ્વાનો એવું કહે છે, કે આપણી સર્યમાળામાં પૃથ્વી અને બીજા ગ્રહ જેમ સર્યની આસપાસ ફરે છે તેમ એવા નાના છે હજારો તે શું ૫ લાખ કરતા હશે, કે જેમાંના કેટલાક ફરતા ફરતા આ - પણ પૃપીની પાસે આવવાથી આકર્ષણે કરીને આપણી તરફ આવી પડે છે. આ વિચાર ઘણું કરી બધા વિદ્વાન કબૂલ રાખે છે, અને તેની વિરૂદ્ધ મત કોક જ ભાવે આપે છે. ' ૫રંતુ ઉપર સિવાય બીજું ખરું સંભવતું નથી, તોપણુ અ. હીં એ ખર તારા કેમ બનેલા છે, અને કયાંથી આ૦થા, એ વિશે વધારે નહિ લખતાં તે શેના બનેલા છે, અને પ્રકાશમાન શાથી જણાય છે, તે વિષે ઘડીક હકીકત નીચે લખી છે.
(અ) ખરતા તારા પૃથ્વી પર પડતી વખતે ઘણુંજ ગરમ અથવા તપેલા ય છે.
(બ) તેઓ એટલી તે ઝડપથી પડે છે, કે તેને આપણાથી ખ્યાલ પણ થતો નથી. અને એ ઘણી ઝડપના સબબથી તેઓ જમીનને અથડાતાંજ સપાટીમાં કેટલાક ઊંડાણમાં ઊતરી જાય છે.
૧ આ બાબત ઉપરનું કહેવું કેટલેક દરજે ખરું લાગે છે. પણ તે વિષે હાલ વિકાને બરોબર શોધ કરે ત્યાં સુધી આવી જોખમ ભરેલી બાબતની અંદર એક મત આપી શકાતું નથી.
Aho ! Shrutgyanam