________________
હિમાલયની પદ યાત્રા-૧
રસ્તામાં ચારે બાજુ મોટા મોટા પહાડો જ પહાડો. એ બધાની આંટીઘૂંટીમાંથી સડક પસાર થઈ રહી છે. એક બાજુ મોટી મોટી ભેખડો છે. બીજી બાજુ જબરજસ્ત ઊંડી ખાઈ હોય છે, તેમાંથી ગંગા મૈયા વહી રહી છે. જો સડક ઉપર જરાક ચૂક્યા તો નીચે મોટી ખાઈમાં જ પડો. હાડકાનો યે પત્તો લાગે નહિ. એટલે પત્થર લગાવ્યા હોય છે કે ડાબી બાજુ ચાલો (વાંળે પત્નો) એક જ મોટર લગભગ ચાલી શકે એવો રસ્તો હોય છે. વળાંકો પાર વિનાના આવે. બોર્ડ ઉપર લખ્યું હોય છે કે – આટલી ઉતાવળ શા માટે કરો છો? ધીમે ધીમે ચાલો.
રસ્તામાં ચારે બાજુ પહાડો અને ચક્કાર ઝાડી છે. કુદરતી સોંદર્ય જબરું છે. શાંતિ પણ જબરી છે. પોતાનો સામાન ઉપાડીને પગે ચાલતા થોકબંધ સંન્યાસીઓ મળે છે. લાંબા લાંબા અંતરે તેમને માટે રહેવા-ખાવા-પીવાની સગવડોવાળા આશ્રમો હોય છે.
અમે અહીં આવ્યા છીએ તે સ્થાન બરાબર ગંગામૈયાના કિનારા ઉપર જ છે. આંખ સામે જ ગંગામૈયા ખળખળ વહે છે. પ્રેક્ષકો માટે પહેલેથી બાંધી રાખેલા તંબુઓમાં બેઠા છીએ.
સાધ્વીજીઓ દૂર ગંગાકિનારે ઝાડ નીચે બેઠાં છે. અમારો બધાનો સ્વાધ્યાય ચાલે છે. અત્યારે સટીક કર્મગ્રંથનું તથા સંવેગરંગશાળાનું વાંચન તથા ઠાણાંગ સટીકનું સંશોધન, આ મુખ્ય સ્વાધ્યાય અત્યારે ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org