________________
પત્ર - ૧૪
લંઘાસુ
જેઠ સુદિ ૮ વંદના,
ગોચરથી ૧૦ કીલોમીટર દૂર કર્ણપ્રયાગ તરફ જવા માટે જેઠ સુદ છઠે નીકળ્યા. ગોચર ગામ લગભગ દોઢ-બે કીલોમીટર જેટલું લાંબુ છે. બંને બાજુ ઊંચ-નીચે સમતલ ભૂમિ ઉપર બંગલાહોટલો-દુકાનો આદિ છે.
કર્ણપ્રયાગ આવ્યા. ત્યાં વીસેક હજારની વસ્તી છે. અહીં પિંડારા નામના ગ્લેશીયરમાંથી નીકળેલી પિંડર નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે.
પાંડુપુત્ર કર્ણ કહેલું કે જ્યાં ગંગા ઉત્તરવાહિની થાય ત્યાં મારો અગ્નિસંસ્કાર કરજો. એટલે પ્રયાગના સંગમના સ્થાન ઉપર કર્ણમંદિર છે, તેમ જ કર્ણકુંડ પણ છે.
નદીની બંને બાજુએ હોટલ-આશ્રમો-ધર્મશાળાઓ-બંગલાઓ છે. અહીંથી ગંગા ઉત્તર દિશા તરફ વહે છે. અને તેમાં પિંડર નદીના લીલાછમ રંગના પાણીના પ્રવાહનો સંગમ થાય છે.
કર્ણપ્રયાગમાં બે દિવસ અમારી સાથેના ભરતભાઈ તપાસ કરી આવ્યા. પણ ઊતરવાની જગ્યાનો મેળ જ ખાધો નહિ.
એક વાતની ખાસ નોંધ લેવાની છે. ભક્ત શ્રાવકો તરફથી આહાર-પાણી માટે તથા તંબુ નાખવા માટે મોટર આદિની સગવડ
૫O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org