Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 110
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ બીજી બાજુ એક નેપાળી બાઈ રહે છે. તેમનું ભગવતી માતા નામ છે. આ માતાજી બાવન વર્ષથી ત્યાં જ રહે છે. જ્યારે અહીં જંગલ જ હતું, આવવા માટેની સડક જ નહોતી, મકાનો તો કોઈ હતાં જ નહિ, બકરી ઉપર પોઠ નાખીને જરૂરી સામાન લાવવામાં આવતો હતો, ત્યારથી આ માતાજી બારે માસ અહીં રહે છે. ચારે બાજુ બરફ જ બરફ હોય ત્યારે પણ આ માતાજી અહીં પ્રભુસ્મરણ ધ્યાન આદિ કરતાં હતાં. હમણાં બે-ચાર વર્ષથી જ મંદિર બંધ થાય ત્યારે પાંચ-છ મહિના માટે નીચે ઊતરીને પાંડુકેશ્વર ચાલ્યા જાય છે. એકાંતમાં બરફ વચ્ચે આ માતાજી એકલાં કેવી રીતે રહેતાં વગેરે હકીકતો જાણવા જેવી છે. એ વાત તથા બીજી વાતો હવે પછીના પત્રમાં. ૯૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128