Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 114
________________ હિમાલયની પદ યાત્રા-૨૫ મહાભારતમાં સ્વર્ગારોહણ પર્વ એક પર્વનું નામ છે. સતપંથ સુધી તો અહીંના સ્થાનિક માણસો ઘણા જાય છે. આ પહાડોમાં ઘણા સિધ્ધ પુરૂષો ગુફાઓમાં અદશ્ય સૂક્ષ્મ શરીરે રહે છે એમ લોકો માને છે. એ બધો હવે યોગીઓનો પ્રદેશ ગણાય છે. ગણેશ ગુફાના પૂજારીએ અમને કહ્યું હતું કે “સ્વર્ગારોહણનો ચડાવ ખૂબ જ કઠિન છે. હું પાંચ-છ વાર જઈ આવ્યો છું. આ પ્રદેશમાં સૂક્ષ્મદેહે અનેક યોગી મહાત્માઓ વસે છે, ભાગ્યવાનને આ મહાત્માઓનાં દર્શન થાય છે. સૂક્ષ્મદેહધારી આ યોગીઓને સ્થૂલ આહાર અન્ન-પાણીની જરૂર પડતી નથી. આવી ઘણી વાતો આ પ્રદેશમાં પ્રચલિત છે. આ જ રસ્તે આગળ જવામાં આવે તો ટિબેટ જવાય છે. જ્યારે ઋષિકેશથી બદરીનાથ સુધીની સડક બની નહોતી ત્યારે ટિબેટ સાથે ઘણો વ્યવહાર ચાલતો હતો. એ સમયના ઘણા વૃદ્ધો આજે પણ હયાત છે. અત્યારે પહાડી રસ્તો તો ચાલુ છે, પણ જનારા માણસો ઓછા થઈ ગયા છે. સરહદ હોવાને કારણે લશ્કરના માણસો તો જાય છે. એમને જવું જ પડે છે. માનાથી ૪૫ કિલોમીટર દૂર ચીનની સરહદ છે. તિબેટ ચીનના તાબામાં અત્યારે છે. આ બધું જોયા પછી પાછા અમે આપણી ધર્મશાળાએ આવ્યા. આ બધો પ્રદેશ ઐતિહાસિક છે, મહાભારતના યુગનો ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128