Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 121
________________ હિમાલયની પદ યાત્રા-૨૫ ભેજવાળી હોવાથી સાંજે ખાવાનું બંધ જ રાખે અથવા તદન હલકો ખોરાક લે, તથા ફરસાણો-મિઠાઈ-તળેલા પદાર્થો લેવામાં ન આવે તો તબિયત ઘણી સારી રહેશે. ઉનાળામાં પણ શિયાળા જેવી ઠંડી પડતી હોવાથી ઓઢવાનું સાધન પુરતું રાખવું જોઈએ. કેટલાક ગૃહસ્થો તો રૂમમાં હીટર જ લગાવીને બેસતા હોય છે. અહીં ઠંડી એટલી બધી અત્યારે પણ રહે છે કે અમે ઉકાળેલું પાણી ઠારતા જ નથી. ગરમ પાણી જ વહોરી લાવીએ છીએ અને થર્મોસમાં રાખી મૂકીએ છીએ કે જેથી સાંજ સુધી ગરમ જ રહે. ઠંડું પાણી પીએ તો દાંત જ કળવા લાગે. ગરમ પાણી જ મોટા ભાગે પીએ છીએ. આમ છતાં યે આ દેવભૂમિ છે. અહીંના લોકો પણ આ પ્રદેશને દેવભૂમિ જ ગણાવે છે. આ અનેક મહર્ષિઓની તપોભૂમિ છે, તીર્થભૂમિ છે. આ સ્થાનનું અદ્ભુત આકર્ષણ છે. અહીં રહીને કોઈ ખરેખર સાધના કરવા ઈચ્છે તો સાધના માટે અહીં ખૂબ અનુકૂળ વાતાવરણ છે. શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની વિનંતિથી અમારે અહીં આવવાનું અને ચોમાસું રહેવાનું થયું છે તે અમારા જીવનની ઘણી સભાગી અને દેવ-ગુરૂ કૃપાથી જ પ્રાપ્ત થયેલી પળ છે. બોલો બોલો શ્રી આદીશ્વર ભગવાન કી જય. ૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128