Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 123
________________ હિમાલયની પદ યાત્રા-૨૬ સવાર-સાંજ "બાંધ ગઠરીયાં" અને "છોડ ગઠરીયા" ચાલ્યા જ કરે, એટલે લખવાનો સમય મળતો નહોતો. અહીં આવ્યા પછી પણ ઘણી શાસ્ત્રસ્વાધ્યાયની પ્રવૃત્તિને કારણે સમય મળી શક્યો નથી. પણ અવસરે લખવા જરૂર ભાવના છે. હરિદ્વારથી નીકળ્યા પછી, અહિચ્છત્રા-શ્રાવસ્તી-અયોધ્યા-રત્નપુરી-ગોરખપુર-કુશીનગરવૈિશાલી-પટના-કુંડલપુર-રાજગૃહ-પાવાપુરી-ક્ષત્રિયકુંડ-કાકંદીચંપાપુરી-ઋજુવાલિકાની યાત્રા કરી અહીં આવ્યા છીએ. આ યાત્રાનો હેવાલ પછી નિરાંતે લખાશે. તે પહેલાં હિમાલયયાત્રાની થોડીક પૂર્તિ કરી લઉં. હરિદ્વાર-ઋષિકેશ-બદરીનાથના પ્રદેશમાં લગભગ દોઢેક વર્ષ અમારે રહેવાનું થયું. અનેક મંદિરો, મઠો, આશ્રમો, મહંતો, તથાકથિત સાધુઓ (બાવાઓ, ભિક્ષુકો, સંન્યાસીઓ), મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, પીઠાધીશો, પંડાઓ વગેરેના સમાગમમાં આવવાનું પણ આ સમય દરમ્યાન અમારે થયું. અમારા મનમાં હતું કે હજારોની સંખ્યામાં વિદ્યમાન આ લોકોમાં ઘણા ઘણા સાધુ-સંતો જોવા મળશે. "બહુરત્ના વસુંધરા" એ ન્યાયે આમાં ખરેખર સંત કહી શકાય એવા કોઈક કોઈક સાધકો છે-હશે પણ ખરા. છતાં મોટાભાગે ધર્મના નામે ધંધાદારી-દુકાનદારી જ ચાલી રહી છે. ધર્મના નામે પાખંડ પણ ઘણું ચાલે છે. શ્રદ્ધાળુ લોકોના પૈસા ઉપર તાગડધીન્ના કરનારો, એશઆરામ ભોગવનારો, હજારો-લાખો-કરોડો-અબજો રૂપિયા ભેગા કરનારો ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128