Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 122
________________ પત્ર - ૨૬ સં. ૨૦૫૭ શ્રાવણ સુદિ ૮, તા. ૨૭-૭-૨૦૦૧ C/o. જૈન શ્વેતાંબર સોસાયટી, શિખરજી (જિલ્લો-ગિરિડીહ) ઝારખંડ રાજ્ય પિન-૮૨૫ ૩૨૯ આ.મ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, વંદના. પુરૂષાદાનીય પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આજે નિર્વાણ કલ્યાણક છે. આજે શિખરજી ઉપર ભગવાન અહીં જ મોક્ષમાં પધાર્યા હતા. ભગવાનની કૃપાથી જ અમે પણ અહીં ચોમાસું રહ્યા છીએ. ભગવાન જે સ્થળે મોક્ષમાં પધાર્યા હતા તે પારસનાથ હીલ તરીકે ઓળખાય છે અને તે શિખરજી ઉપરનું સૌથી ઉંચું શિખર છે. દેવ-ગુરૂકૃપાથી જ પ્રબળ પુણ્યનો ઉદય હોય તો જ આ સ્થાનના દર્શન-સ્પર્શન-વંદનનો લાભ મળે. બદરીનાથમાં હિમાલયના શિખરે ર૦૫નું ચોમાસું પૂર્ણ કરીને ઋષિકેશ-હરિદ્વાર આવીને હરિદ્વારથી માગશર સુદિ પાંચમે ડીસેંબર ૧-૧૨-૨૦00 શુક્રવારે શિખરજી તરફનો અમારો વિહાર શરૂ થયો. વિવિધ તીર્થોની તથા ક્ષેત્રોની સ્પર્શના કરતા કરતા વૈશાખ વદિ ૨ તા. ૮-પ-૧ બુધવારે અમે અહીં આવ્યા. હરિદ્વારથી બદરીનાથના માર્ગનો હેવાલ તમને લખ્યો જ છે. હવે હરિદ્વારથી જે રસ્તે અમે અહીં આવ્યા છીએ તેનો હેવાલ લખવા ઘણીવાર વિચાર તથા પ્રયત્ન કર્યો પણ રસ્તો ઘણો જ લાંબો ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128