Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 127
________________ હિમાલયની પદ યાત્રા-૨૬ ગયાં' એમ માની લેતા હોય છે. લાખો-કરોડો યાત્રાળુઓ આવે છે. ગંગાસ્નાન પણ કરે છે, પણ જીવનનાં ધાર્મિક મૂલ્યોની ભાગ્યે જ કોઈને પડી હોય છે. કુલપરંપરાની રૂઢિઓને આધારે બધું ચાલ્યા કરે છે. શ્રદ્ધામથોડયં પુરુષ: જેની જેવી શ્રદ્ધા. આવી ગતાનુગતિકતા બધે ચાલ્યા જ કરે છે. ખરેખર ધર્મગુરૂઓની આ જવાબદારી છે. જે ધર્મમાં લોકોને જોડવામાં આવે છે એમાં પોતાનો અહંકાર, પોતાના રાગદ્વેષો, પોતાના સ્વાર્થો કેટલા પોષાય છે એનું સ્વયમેવ નિરીક્ષણ કરીને જો શુદ્ધિકરણ કરવામાં આવે તો જ – જે ધર્મ ધંધાદારીની ચીજ કે ધૂનની ચીજ બની ગયો છે તે – સ્વપરપ્રકાશક દીપકરૂપે થશે અને સ્વપર ઉભયનું પરમકલ્યાણ કરનાર થશે. ભગવાન પાસે આવા ધર્મની જ પ્રાર્થના કરું છું. દ : જંબૂની વંદના ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128