________________
હિમાલયની પદ યાત્રા-૨૫
માટે લશ્કરના કેટલાક માણસો જ રહેતા હોય છે. કોઈક યોગીઓ તથા કઠોર સાધકો જ ગુફા આદિમાં કે ઘરની અંદર બારણાં બંધ જેવાં રાખીને રહેતા હોય છે.
બદરીનાથ મંદિરના નીચેના ભાગમાં જે તમકુંડ તથા પાણીનો પ્રવાહ છે તે આવી ભયાનક ઠંડીમાં પણ અત્યંત ગરમાગરમ વહ્યા જ કરે છે. આ પણ એક આશ્ચર્ય છે.
ભગવતીમાઈ જે બદરીનાથના મંદિરની નીચે નજીકમાં જ રહે છે તે બાવન વર્ષથી અહીં બદરીનાથમાં રહે છે. નેપાળી બાઈ છે. નાની ઉંમરમાં વિધવા થયેલાં. બાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારથી બારેમાસ અહીં રહે છે. એમને મળવાનું થયું અને મેં કહ્યું કે તમારો ઈતિહાસ લખાવો. મને તેમને કહ્યું કે ‘પ્રસિદ્ધિની લપેટમાં મને નાખશો નહિ. આ પ્રસિદ્ધિની ગંદકીમાં મારે બીલકુલ પડવું નથી. તમે જો લખવાના હો તો હું કંઈ જ બોલીશ નહિ. કંઈ જ કહીશ નહિ.' મારા પાસેથી ખાત્રી મેળવ્યા પછી તેમણે જે વાતો જીવનના અનુભવની કહી તે અહીં જણાવતો નથી. અત્યારે એમની લગભગ ૭૫ વર્ષની ઉંમર છે. થોડી જ વાત જણાવું. જ્યારે ચારે બાજુ બરફ જ બરફ પડતો હોય ત્યારે પાસે અલકનંદાના કિનારે ધ્યાન લગાવીને બેસે તે વખતે તેમના માથા ઉપર બે-અઢી ફૂટ બરફ ચડી જાય તો પણ એ બરફમાં બેસી રહે અને જ્યારે જાપ કે ધ્યાન પુરૂં થાય ત્યારે માથું હલાવીને બરફ ખસેડીને પછી પોતાનાં સ્થાને આવતાં.
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫ www.jainelibrary.org