________________
હિમાલયની પદ યાત્રા-૨૫
પહેલાં તો અહીં જંગલ જ હતું. ત્યારે પણ આ માઈ એકલાં જ નિર્ભય રીતે મહિનાઓ સુધી રહેતાં. હમણાં સડક થયા પછી જ આશ્રમો-ધર્મશાળાઓ-બંગલાઓ વગેરે થયું છે તે પહેલાં લાઈટ તો હતી જ નહિ. ઘરની અંદર રસોઈ માટે અગ્નિ સળગાવવાનું પણ ઘણું મુશ્કેલ રહેતું હતું. હમણાં તો બદરીનાથનાં કમાડ બંધ થયા પછી, આ ભગવતી માઈ અહીંથી બાવીસેક કીલોમીટર દૂર પાંડુકેશ્વર ચાલ્યાં જાય છે. ત્યાં પાંચ-છ મહિના રહે છે. કોઈ કોઈ સ્થાનમાં આવા કઠોર સાધકો પણ અહીં છે.
આપણી ધર્મશાળાથી સો ડગલાંની અંદર જ બે-ત્રણ માણસો રહી શકે એવડી ખંજરંગબલિની ગુફા છે. તેમાં ‘જીવન મુસાફિર ચિંતામણિદાસ' નામના બાવાજી વીસેક વર્ષથી રહે છે. પહેલાં તો એ બારે ય માસ અહીં જ રહેતા હતા. પણ હમણાં થોડા વર્ષોથી એ બરફ પડે ત્યારે બીજે સ્થળે જાય છે. એમની સાથે આપણો સારો સંબંધ છે. એ કહેતા હતા કે જ્યારે બરફ પડે ત્યાં ૪૮ ફૂટ સુધી ઉંચો બરફનો ઢગલો થઈ જાય છે. આપણી ધર્મશાળાને અડીને જ સડક છે. અને સડકને અડીને જ મોટી વિશાળ અને ઉંડી ખીણમાં અલકનંદા વહે છે. બરફ પડે ત્યારે જ્યાં ગ્લેશીયર (બરફનો પહાડ) ખીણમાં ભરાઈ જાય છે ત્યાં જમીન ઉપર ચાલીએ તેમ બરફની સડક ઉપર ચાલીને અલકનંદાના સામે કિનારે જઈ શકાય છે. આટલો બધો બરફ કાર્તિક મહિના પછી અહીં પડવા લાગે છે.
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org