Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 108
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ તે પછી ઓધવજી, ગરૂડજી આદિની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. આ સમયે ઘણા માણસો જુદા જુદા સ્તોત્રપાઠ પણ કરતા હોય છે. આ વિધિ લગભગ બે કલાક ચાલે છે. પછી ભક્તો નમે છે. તેમને પ્રસાદ આપવામાં આવે છે. અમે જ્યારે મૈઠાણમાં ગયા હતા ત્યારે ત્યાંની હિમાની હોટલના માલિક યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રીએ આ અંગે ઘણાં વર્ષો પહેલાં અભ્યાસપૂર્ણ લખેલો લેખ અમને વંચાવ્યો હતો. તેમાં એમણે અનેક પુરાણો તથા વર્તમાન સમયના ઇતિહાસનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે – આ મૂર્તિને ચીવર હોવાથી બૌદ્ધો બુદ્ધની મૂર્તિ માને છે, ખભા પાસે વાળની લટ હોવાથી જૈનો ઋષભદેવ કહે છે, વિવિધ પુરાણો તથા બીજાં ચિહ્નોને આધારે સનાતનીઓ ભગવાન વિષ્ણુની જ મૂર્તિ માને છે. અને સતયુગથી આ મૂર્તિ પૂજાઈ રહી છે. વચમાં કેટલોક સમય આ મૂર્તિને બૌદ્ધોએ ખંડિત કરીને નીચે નારદકુંડમાં નાખી દીધી હતી. આદિ શંકરાચાર્યને અંદરથી સંભળાયું કે “આ મૂર્તિને કાઢ અને ખંડિત હોવા છતાં પણ પ્રતિષ્ઠિત કર.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128