________________
હિમાલયની પદ યાત્રા-૨૪
માત્ર મુખ્ય પૂજારી અને તેમના માણસો જાય છે. આપણને ગભારાની બહારથી દેખાય. પહેલાં તો અલંકાર ઉતારી નાખે છે.
પછી હાથાવાળા મોટા ચાંદીના વાટકાથી જલનો અભિષેક કરે છે. પછી દૂધથી, દહીંથી, પછી સ્વચ્છ કરવા માટે જલથી.
પછી કેસરથી તથા પછી ફરી પાણીથી અભિષેક કરે છે.
પછી એક આંગળ જેટલો જાડો ચંદનનો લેપ કરે છે. પછી જરીનું કપડું ચોટાડી દે છે.
પછી તુલસીના હારથી મૂર્તિ તથા આજુ-બાજુના ભાગોને શણગારે છે.
પછી મૂર્તિની આજુબાજુ પંખા ભરાવે છે. મસ્તક ઉપર U આકારનું હીરાનું તિલક ચડાવે છે.
પછી મુગટ ચડાવે છે. પછી આજુ-બાજુની બીજી મૂર્તિઓનો શણગાર કરે છે.
અભિષેક તો પહેલાં જ મૂળ વિષ્ણુ ભગવાનની મૂર્તિના અભિષેકની સાથે સાથે કરી લીધો હોય છે.
પછી આરતી ઉતારે છે.
આ બધું ત્યાંના મુખ્ય પૂજારી રાવત અને તેમના સહાયકો મળીને કરે છે.
આદિ શંકરાચાર્ય જ્યારે અહીં આવેલા ત્યારે અગાઉ
૯૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only