________________
હિમાલયની પદ યાત્રા-૨૪
અલકનંદા પાર કર્યા પછી કેટલાંક પગથિયાં ચડ્યા પછી ભગવાન બદરીનાથનું ઊંચાણ ઉપર મંદિર આવે છે. મુખ્ય મંદિરની આજુબાજુ પ્રદક્ષિણામાં મહાલક્ષ્મીજી, હનુમાનજી, ક્ષેત્રપાલ શ્રી ઘંટાકર્ણજી વગેરેનાં નાનાં નાનાં મંદિર તથા મૂર્તિ છે. | મુખ્ય મંદિરની અંદર તો ભગવાન બદરીનાથ મધ્યમાં છે. આજુ બાજુ ઉદ્ધવજી, ગરૂડજી, નર-નારાયણ આદિની મૂર્તિઓ છે.
લગભગ છ મહિના જ્યારે બદરીનાથના આ પ્રદેશમાં બરફ જ છવાઈ જાય છે તે પૂર્વે શુભદિવસે આ મંદિરનાં કમાડ બંધ કરી દેવામાં આવે છે.
લગભગ બધા જ માણસો આ સ્થાન ખાલી કરીને નીચે ઊતરી જ જાય છે. માત્ર લશ્કરના કેટલાક માણસો તથા બરફમાં પણ રહી શકે તેવા અત્યંત સમર્થ કોઈ યોગીઓ જ રોકાતા હોય છે.
એવા એક યોગી આપણી ધર્મશાળાની નજીકમાં જ રહે છે. ટાટબાવા કહેવાય છે. કંતાનને ટાટ કહે છે. શરીરે કંતાન જ પહેરે છે. સંપૂર્ણ બરફ જ સર્વત્ર છવાઈ ગયો હોય ત્યારે પણ અહીં જ રહે છે. અને બરફમાં જ આ બાજુ ફરવા પણ નીકળે છે. સાધનામાં શું કરે છે તે ખાસ તે બતાવતા નથી, પણ વેદાંતની વાતો કરે છે.
બદરીનાથના કમાડ નવંબરમાં (લગભગ મધ્યમાં) બંધ
૯૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only