Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 70
________________ હિમાલયની પદ યાત્રા-૧૬ મહિનામાં ધરતીકંપનો મોટો આંચકો મધ્યરાત્રિએ આવેલો હતો. એ ધરતીકંપની અસર અમે ફરીએ છીએ તે પહાડી પ્રદેશમાં મોટી થઈ હતી. ઘણાં મકાનો તથા સ્કુલો પડી ગઈ છે. અહીંના લોકો ગરીબ છે. સરકાર પૈસા ખર્ચતી નથી. જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોને બેઠી કરવા માટે દાન આપે તો ઘણી સ્કુલો બેઠી થઈ જાય. અત્યારે તો ઝાડ નીચે અથવા તૂટેલા-ફૂટેલાં સ્થાનોમાં સ્કુલો ચાલે છે. દાતારનું નામ આખા પ્રદેશમાં ચિરંજીવ થઈ જાય અને સાધુ-સાધ્વીઓને જો બદરીનાથ તરફ વિચરવું હોય તો ભવિષ્ય માટે આખો માર્ગ ખુલ્લો થઈ જાય. અમારા સાધુ-સાધ્વી આવે ત્યારે તમારે ઊતરવા જગ્યા આપવી, આટલી શરત રાખીને દાન આપવામાં આવે તો દયા અને આ માર્ગ ખુલ્લો કરવાનું એને શ્રેય મળે તેમ છે. દીપચંદભાઈ ગાર્ડ કે બીજા કોઈ દાતાર પચીસ-પચાસ લાખનો ખર્ચ કરે તો યે ઘણું કામ થાય તેમ છે. આજથી સાઠ વર્ષ પહેલાં આ સડક નહોતી ત્યારે નદીકિનારે ગામ-ગામથી પગ રસ્તાઓ ઉપર થઈને બદરીનાથ જવાતું હતું. એ રસ્તો સડક કરતાં પચાસ-પોણોસો અથવા તેથી પણ વધારે કિલોમીટર ઓછો થતો હતો. તે જમાનામાં લગભગ સિત્તેર-એંસી વર્ષ પૂર્વે પંજાબના પ્રકાશાનંદજી નામના સાધુ આવેલા હતા. તેઓ કાળી કાંબળી ઓઢતા હતા. એટલે સ્ત્રી મતીવાતા તરીકે તેમનું નામ પ્રસિદ્ધ પ૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128