________________
હિમાલયની પદ યાત્રા-૨૧
આવતા વર્ષે મહા મહિનામાં પ્રયાગ (અલ્હાબાદ)માં કુંભ મેળો છે. લગભગ ચાર ક્રોડ માણસો આવશે. મેળામાં જરૂર જરૂર આવજો. તમને સ્વતંત્ર રહેવા આદિની વ્યવસ્થા હું જરૂર કરાવી આપીશ.
અમને પ્રસાદ લેવા ખાસ આગ્રહ કર્યો. અમારી સાથેના શ્રાવકોને ટોપલી ભરીને પૂરી-શીરો વગેરે આપ્યું.
અમારું મિલન ખૂબ આનંદદાયક રહ્યું. મને લાગે છે કે શંકરાચાર્યનું જૈન સાધુ સાથે મિલન ઇતિહાસમાં પ્રાયઃ પ્રથમવાર જ હશે. આનંદથી અમે છૂટા પડ્યા. ત્યાં સ્થાપેલી શંકરાચાર્યની ગાદી બતાવી.
પછી એક પંડિતને મોકલીને જે કલ્પવૃક્ષ નીચે શંકરાચાર્યને દિવ્ય જ્યોતિ દિવ્યજ્ઞાન પ્રગટ થયેલ તે સ્થાન તથા પાસેની જ શંકરાચાર્યની તપઃસ્થલી ગુફા હતી તે બધું બતાવ્યું. કલ્પવૃક્ષનું થડ ઘણુંજ ઘણું જાડું વિશાળ છે.
પછી સ્વરૂપાનંદ સરસ્વતીએ પાસે જ બનાવેલું મંદિર આદિ હતું તે જોયું. સ્વરૂપાનંદજી તો ત્યાં હતા પણ નહિ. કયારેક કયારેક જ આવે છે. અઠવાડિયું-પખવાડિયું રોકાય છે.
સાંજે નૃસિંહ મંદિર પાસે માધવાશ્રમે સ્થાપેલો જ્યોતિમઠ જોવા ગયા. માધવાશ્રમ તો દિલ્હી ગયા હતા. તેમના શિષ્ય ઇંદ્રસ્વરૂપ બ્રહ્મચારી હતા. તે મળ્યા. કેટલીક વાતો થઈ.
૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org