________________
પત્ર - ૧૬
રાજકીય ઈન્ટર મીડિએટ કોલેજ,
લંઘાસુ (હિમાલય) (જિલ્લા-ચમોલી) જેઠ સુદિ ૧૧
વિંદના.
આજે બધાનાં પારણાં થઈ ગયાં છે. સ્વસ્થતા છે. સાંજે આઠ કીલોમીટર દૂર સોનલા જવા વિચાર છે.
અહીં આવ્યા પછી જાણવા મળ્યું કે જેઠ સુદિ બીજે જે ગુરુ રામરાય પબ્લિક સ્કૂલમાં અમે ઊતર્યા હતા તેના સંચાલક ગુરુરામરાય દરબાર સાહેબ (દહેરાદુનના મહંત) ઈદ્રચરણદાસનું બે દિવસ પૂર્વે જ હૃદયરોગથી અવસાન થયું છે.
ઇંદ્રચરણદાસે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ સક્રિય ભાગ લીધો હતો. સ્વાતંત્ર્યસેનાની હતા. પછી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયા હતા. ખાસ કરીને શિક્ષણના એ ખૂબ પ્રેમી હતા. ઈસ્વીસન ૧૯પર માં ગુરૂરામરાય એજ્યુકેશન મિશનની એમણે સ્થાપના કરી હતી. એમના મિશન તરફથી ૧૦૫ પબ્લિક સ્કુલો તથા બે કોલેજો જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા સ્થાનમાં ચાલે છે.
ગુરુરામરાય દરબારના આ નવમા મહંત છે. આ વર્ષે વસંત પંચમીએ તેમના નવા વારસદારની ઉત્તરાધિકારીની ઘોષણા
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org