________________
હિમાલયની પદ યાત્રા-૧૬
થઈ ગયું હતું. આ હાતી મલીવાલા એ ઋષિકેશમાં ખૂબ જ ખૂબ જગ્યા સસ્તામાં લીધેલી. એ ભાગ સ્વર્ગાશ્રમના નામથી ઓળખાય છે. પછી તો ઘણી સંસ્થાઓને એ જગ્યામાંથી જુદી જુદી જગ્યાઓ વેચવામાં આવી. આજે તો કાલી-કમલીવાલા સંસ્થા પાસે સ્થાવર-જંગમ અબજો રૂપિયાની સંપત્તિ છે. આ પ્રદેશમાં કાલી-કમલીવાલાનું નામ ખૂબ જ જાણીતું છે. અત્યારે તો કાલીકમલીવાલાનાં સ્થાનોમાં પણ સારી રીતે પૈસા લેવામાં આવે છે.
જૂના રસ્તા ઉપરના કાલીકામલીવાલાના જે સ્થાનો હતાં તે હવે અવાવર થઈ ગયાં છે. ખાસ કોઈ જતું નથી.
ઉપર જણાવ્યું તેમ જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોનો જીર્ણોદ્ધાર કરે તો એનું નામ પણ ગાજતું થઈ જાય અને વિહારનો રસ્તો ભવિષ્ય માટે ખુલ્લો થઈ જાય. આ રસ્તે ઊતરવાની, તેમ જ સ્થંડિલ જવા માટેની જગ્યાની ખૂબ મુશ્કેલી છે. એક બાજુ પહાડ અને બીજી બાજુ ઊંડી ઊંડી જોખમી ખીણ.
સોનલામાં સડકથી નીચે ઊતરીને એક સ્કુલમાં રાત રહ્યાં. સવારમાં ઉઠીને જોયું તો સ્કુલનું ક્ષેત્રફળ ભીંત ઉપર નાલીમાં લખેલું હતું. તે જોઈને મને અનુયોગદ્વારસૂત્ર યાદ આવ્યું. અનુયોગદ્વારસૂત્રમાં બીજા ભાગમાં યવ-નાલી-હાથ વગેરે માપનું વર્ણન હમણાં જ વાંચ્યું. તે ઉપરથી એમ લાગ્યું કે જુદા જુદા દેશમાં જુદાં જુદાં માપ ચાલતાં હતાં. એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શાસ્ત્રકારો કરે એ સ્વાભાવિક છે.
६०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org