Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 73
________________ હિમાલયની પદ યાત્રા-૧૭ પર્વતની તળેટીમાં નદી પાસે, પહાડની મધ્યમાં, પાંચ-પાંચ કીલોમીટર ઊંચે પહાડની ટોચમાં ગામો હોય છે. ઘરો પણ ઊંચે-નીચે હોય છે. આપણને થાય કે આવા ગામોમાં ચડવું પણ આપણને ભારે ભારે થઈ પડે છે. ત્યાં આ લોકો હજારો વર્ષોથી રહેતા આવ્યા છે. એ શી રીતે બનતું હશે. પણ આ લોકોને કશું જ ખાસ લાગતું નથી. આ લોકો તદન ટેવાઈ ગયા છે. ટોચ ઉપર રહેનારા માણસો જરૂર પડે ત્યારે અઠવાડિયે પખવાડિયે નીચે ઊતરતા હોય. ડુંગરમાં ઉપર જ પહાડના ઢોળાવોમાં એમની ખેતી, ત્યાં જ તેમનાં ઢોર-ઢાંખર, ત્યાં જ તેમનાં આગળપાછળ ઊંચાં-નીચાં મકાનો. ત્યાં જ તેમની જિંદગી. આપણાં શાસ્ત્રોમાં ભિક્ષા વહોરવા માટે, ગોચરી વહોરવા માટે ઉપર આટલે સુધી જવું, નીચે આટલે સુધી જવું, આ બધી જે વાતો આવે છે તેનો અહીં સાક્ષાત્કાર થાય છે. આવા પહાડમાં ઉપરનીચે-મધ્યમાં પાર વિનાનાં ગામો આ પ્રદેશમાં છે. અત્યારે ઉત્તરાખંડ (ઉત્તરાંચલ) નવા રાજ્યની વાત ચાલે છે. આ પહાડી રાજ્યની એંસી-નેવુ લાખ માણસની વસ્તી છે. એટલે શાસ્રની વાતોનો સાક્ષાત્કાર થયો જાણી ખૂબ ખૂબ આનંદ થયો. સોનલાથી મૈઠાણમાં જ્યાં ઊતર્યા હતા તેની જોડે જ હિમાની હોટેલ હતી. અમારા સ્થાનમાં ખૂબ સંકડાશ હતી એટલે ૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128