Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 72
________________ પત્ર - ૧૦ મેઠાણ જેઠ સુદિ ૧૨ વંદના, સોનલાથી સવારે નીકળી ૧૦ કીલોમીટર મઠાણ આવ્યા. ત્યાં જીલ્લા પંચાયતના મકાનમાં ઊતર્યા. સવારમાં જ અમે સોનલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલાં નામ કાસા-કાનાતું હતું. ઈસ્વીસન ૧૮૫૮થી એનું નંદપ્રયાગ નામ પડ્યું છે. નંદપ્રયાગમાં નિંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપૂરથી ઊછળતી-ઊછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દશ હજારની વસ્તીવાળું શહેર છે. નંદા દેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે. સંગમ-સ્થાન છે. નંદપ્રયાગથી આગળ નીકળી પુલથી નંદાકિની ઓળંગીને મૈઠાણમાં અમે આવ્યા હતા. હવે આખા રસ્તે બે-બે ત્રણ કિલોમીટરના અંતરે ગામો આવ્યા જ કરે છે. ગામો સડકથી થોડા ઉપર-નીચે હોય છે. કોઈક રસ્તા ઉપર પણ હોય છે. હવે ગામોમાં ચીકાર વસ્તી હોય છે. ૬૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128