________________
પત્ર - ૨૦
પૂર્વમાધ્યમિક વિદ્યાલય, પૈની
જેઠ સુદિ ૧૫ વંદના.
આજે દંગણીથી નીકળ્યા. વચમાં પાતાળગંગા નદી આવે છે. ટંગણીથી ચાર કિલોમીટર છે. ઉતરાણ જ ઉતરાણ. એમ જ લાગે કે પાતાળમાં જ આપણે જઈ રહ્યા છીએ. અહીં પાતાળગંગા અલકનંદાને મળે છે. પાતાળગંગાનો પુલ ઊતર્યા. ત્યાં ગણપતિનું મંદિર છે. કોઈ બાવાજી ત્યાં બેઠા હતા. થોડી વાત થઈ.
પછી ચડવાનું જ ચડવાનું. મોટા મોટા પર્વતો. સડક આ પર્વતોને આમથી આમ વીંટતી ચાલ્યા જ કરે. કેટલાયે ચક્રાવાઓ ચડી-ચડીને આજે ૧૮ કીલોમીટર ચાલીને જ અહીં આવ્યા છીએ.
વચમાં ૧૧ કીલોમીટર ઉપર હેલંગ આવ્યું હતું. પણ હેલંગમાં તો રહેવાની જગ્યા જ નહોતી. માત્ર એક તદન નાનકડી દુકાનમાં નોકારસી કરવા જેટલું જ બેઠા એના ત્રણસો રૂપિયા શ્રાવકોને ચૂકવવા પડયા. અહીં જનારા-આવનારા યાત્રાળુઓમુસાફરો પાસેથી પૈસા કમાવાનો આવો મોટો વ્યવસાય ચાલે છે.
પૈનીમાં વિશાળ જગ્યા છે. બપોરે અમે વાપરીને બેઠા હતા ત્યાં તો ઉપેન્દ્રભાઈ અણધાર્યા આવી પહોંચ્યા. તમે જિતુને આપેલો પત્ર તેમના દ્વારા મળ્યો. તમારા પ્રોત્સાહક શબ્દો વાંચીને અમને બધાને ખૂબ ખૂબ આનંદ થયો. ઉત્સાહ વધ્યો.
23 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only