Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 59
________________ પત્ર - ૧૩ ગૌચર જેઠ સુદિ ૫ વંદના, ઘોલતીરથી ૮ કિલોમીટર દૂર ગોચર જવા નીકળ્યા. બે પહાડ વચ્ચે પા-અડધો કીલોમીટર જેટલું મેદાન હોય એવું પહેલી જ વાર જોવા મળ્યું. ત્રણેક કિલોમીટર જેટલા પ્રદેશમાં આવો વિસ્તાર છે. એમાં ખેતી-ગામ-ઘરો-મોટી સરકારી હોસ્પીટલ વગેરે છે. એક મોટા મેદાનમાં શીખોનો મોટો કેમ્પ પડેલો હતો. ત્યાં ગુરુદ્વારા બાંધવાની તેમની યોજના છે. રસ્તા ઉપરથી જે કોઈ પસાર થાય તેમને બોલાવી બોલાવી આ શીખો શરબત-ચા વગેરે પીવડાવતા હતા. તથા જમાડતા હતા. ગોવિંદઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશીમઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યાસાધના કરી હતી. એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી એ સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખૂલે છે એટલે આ રસ્તેથી ઘણા જ યાત્રાળુઓ પસાર થાય છે. ઘોલતીરથી ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી, પહાડ-ખીણનદી-ઘટ્ટ ઝાડી, જાતજાતનાં ઘણાં ઘણાં ઊંચાં તથા નાનાં વૃક્ષો ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128