Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 64
________________ હિમાલયની પદ યાત્રા-૧૪ લોકો ઘણા ઘણા સુખી હતા. દહીં-દૂધ આદિ છૂટથી મળતા હતા. હવે જ્યાં ત્યાં ચાહ થઈ ગઈ છે. પર્વતમાં ખૂબ જ જડીબુટ્ટીઓ છે. જાણકાર વૈદ્યો (ગામઠી ઘરગથ્થુ વૈદ્યો) ઘણા હતા. જડીબુટ્ટીથી જરાકમાં ભયંકર વ્યાધિઓ મટાડી દેતા હતા. પોતાના જ સ્વાનુભવની કેટલીયે વાતો એણે કરી. જૂના લોકો ભૂતકાળને ખૂબ વાગોળે છે. લોકો ચોરી-બોરીમાં સમજે નહિ. પરસ્પર ખૂબ વિશ્વાસ અને સહાય કરવાનો ભાવ. આજકાલ ગ્લુકોઝના બાટલાઓ, ઈંજેક્શનો, ગોળીઓ આ બધાએ દાટ વાળી દીધો છે. પ્રવાસીઓ ઘણા આવે છે. મોંમાગ્યા પૈસા આપે છે. એટલે સ્થાનિક રહેવાસીઓને ખૂબ જ મોંઘી ચીજો લેવી પડે છે. ગોચરથી કર્ણપ્રયાગ આવતાં, રસ્તામાં અમૃતસરથી સુવર્ણમંદિરથી પગે ચાલીને આવતો શીખોનો સંઘ મળ્યો. રોજ ચાલીસ-પિસ્તાલીસ કીલોમીટર ચાલ્યા કરે. રાત-દિવસ ચાલ્યા કરતા હોય. ગોવિંદઘાટ પાસે હેમકુંડ સાહેબ એમનું મોટું તીર્થધામ છે. શીખો સાથે ઘણી વાતો આપણા સાધુ-સાધ્વી આદિ લોકોએ કરી. જૈન ધર્મ કેવો છે, એની એમને ખબર પણ હોય નહિ. એમને નવાઈ લાગે. આ રસ્તે યાત્રાળુઓનો ઘણો પ્રવાહ ચાલતો હોય છે. મુખ્યતયા મોટરમાં જ જતા હોય છે. પગે ચાલતા પણ મળે. Jain Education International For Private & Personal Use Only ૫૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128