Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 41
________________ હિમાલયની પદ યાત્રા-૭ ઉપાશ્રય હતા. તે પછી નદીકિનારે રહેવાનો જિંદગીમાં ક્યારે ય પ્રસંગ આવ્યો નથી. અહીં તો ગંગા નદીના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. રહેવાનાં સ્થાનો પણ તદ્દન નદીકિનારે જ હોય છે. તદન એકાંત હોય છે. એટલે આવાં સ્થાનોની સાધનામાં કેવી અત્યંત સહાયકતા હોય છે તેનો આપણને ખ્યાલ જ આવવો મુશ્કેલ છે. અહીં તો આવાં એક-એકથી ચડે તેવાં સ્થાનો પથરાયેલાં છે. અહીં લોકો કોઈ હોતા જ નથી, એટલે લોકાભિમુખતાનો પ્રશ્ન જ નથી. આત્માભિમુખ, પરમાત્માભિમુખ, તથા શાસ્ત્રાભિમુખ થઈએ તો જ આવાં સ્થાનોમાં રહેવામાં આનંદ આવે. આવાં સ્થાનો સાધનામાં અત્યંત સહાયક થાય છે, તેથી અહીં સાધકો જ સાધકો ચારે બાજુ હશે એવું માનવાની કોઈ જ જરૂર નથી. કલિયુગનો આ પ્રભાવ છે કે સાચા સાધક મળવા અત્યંત મુશ્કેલ હોય છે. સંસારમાં સર્વત્ર અર્થ-કામનું જ પ્રાધાન્ય છે. સંન્યાસીઓમાં પણ સાચા સાધકો બહુ વિરલ હોય છે. હરિદ્વારઋષિકેશમાં હજારો સંન્યાસીઓ ઠામ-ઠામ છે. આ બાજુ આવે અમને લગભગ બાર મહિના થઈ ગયા. પણ ખરેખરા સાધક કહેવાય એવા સત્યાનંદજીને જ પહેલીવાર જોયા. બીજા પણ હશે. પણ આવા ભાગ્યે જ પ્રકાશમાં-જાહેરમાં આવે છે. બાકી તો સર્વત્ર ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128