________________
પત્ર - ૧૧
તિલાણી
જેઠ સુદિ ર વંદના,
આજે સવારે તંબુમાંથી વિહાર કરી ચાર-પાંચ કિલોમીટર દૂર ગુલાબરાય આવ્યા. ગુલાબરાયમાં સડકના બંને કિનારે હોટલોરેસ્ટોરાં વગેરે ઘણા પ્રમાણમાં છે.
ત્યાંથી બે કીલોમીટર દૂર રુદ્રપ્રયાગ આવ્યા. રુદ્રપ્રયાગ તો તીર્થધામ છે. પંદર-વીસ હજાર માણસોની વસ્તી હોવી જોઈએ. બજાર-બંગલાઓ -આશ્રમો ધર્મશાળાઓ -દુકાનો અલકનંદાના બંને કિનારા ઉપર ઘણાં છે.
બીજા બધા, સીધા બદરીનાથની સડકે ચાલીને ત્રણ કિલોમીટર દૂર તિલાણી ગામે સ્કુલ છે ત્યાં પહોંચ્યા. અમે સંગમ જોવા માટે અલકનંદા ઉપર પુલ બાંધેલો છે તે ઓળંગીને સામે કિનારે પહોંચ્યા.
અહીંથી કેદારનાથ ૭૬ કિલોમીટર છે. કેદારનાથના રસ્તે લગભગ એક કીલોમીટર ગયા પછી રુદ્રનાથ મહાદેવનું મંદિર સડકથી વીસેક પગથિયાં ઉપર છે. ત્યાં જ નજીકમાં નારદ મહર્ષિએ તપશ્ચર્યા કરી હતી તે સ્થળ છે. જોડે જ વેદનો અભ્યાસ કરાવનારું વિદ્યાલય છે. લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓ ભણે છે, અત્યારે તો વેકેશન હતું. આ બધું પ્રાચીન સ્થાન - પ્રાચીન મંદિરો આદિ
४० Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org