________________
હિમાલયની પદ યાત્રા-૧૧
જ્યાં ભિક્ષા અપાતી હોય ત્યાં ભિક્ષાપાત્ર લઈને લાઈનબંધ ભિક્ષા મેળવવા માટે ઊભા હોય. હરદ્વાર-ઋષિકેશમાં આવા હજારો સાધુઓ તમને જોવા મળે. ભગવાં કે પીળાં કપડાં તો કોઈ વળી સફેદ કપડાં પહેરીને ફરતા હોય.
શાસ્ત્રોનો સ્વાધ્યાય કરનારા તથા આત્મરમણતામાં લીન હોય એવા બહુ વિરલ હોય. ભગવદ્ગીતા એ એમનું મોટું શાસ્ત્ર.
કેટલાક કથા-પારાયણ કરનારા હોય. એમાં જે સારા વક્તા હોય એમની બોલબાલા. તેમના નાના-મોટા આશ્રમોમાં મંદિરો પણ હોય છે.
કેટલાકમાં બહુ જ સુંદર અત્યંત આકર્ષક રચનાઓવાળાં મંદિરો પણ હોય છે.
બ્રહ્મ સત્ય નાન્સિય્યા, ભારતીય સંસ્કૃતિ, આ બધું શબ્દોમાં સાંભળવા મળશે. વ્યવહારમાં પૈસાની બોલબાલા છે. જ્યાં પૈસો આવે ત્યાં તેને લીધે અનેક અનેક દોષો આવે જ.
ભગવાન મહાવીરની જિનેશ્વર પરમાત્માની અણગાર સંસ્કૃતિ આવા અનેક અનેક દોષોથી બચી ગઈ છે એ નજરે દેખાય
૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org