________________
હિમાલયની પદ યાત્રા-૯
વહે છે. સડકથી થોડું નીચે ઊતરીને અલકનંદાના કિનારે જ સ્કુલ છે. એમાં અમે મુકામ કર્યો છે. સડક ઉપર આખા રસ્તે બંને બાજુ વસ્તી છે. શ્રીનગર ક્યાં પૂરું થયું અને શ્રીકોટ ક્યાં શરૂ થયું એની ખબર પણ અમને ન પડી.
मा अलकनंदा के प्राकृतिक सौंदर्य का आनंद लो, एवं ધીરે ધીરે વતો. આવાં જાતજાતના બોર્ડ રસ્તા ઉપર લગાવેલાં છે.
ગુજરાતમાં વડતાલની આજુબાજુમાં માણસો મળે ત્યારે જય સ્વામિનારાયણ' એમ કહીને એકબીજાનું સ્વાગત કરતા હોય છે, કેટલાક વળી “જય સિયારામ' આદિ કહીને સ્વાગત કરતા હોય છે. એમ અહીં “જય બદરી વિશાલ અથવા જયબદરી' એમ કહીને સ્વાગત કરવાની પદ્ધતિ છે. બદરીનાથનો અહીં ઘણો મહિમા છે. હજુ અહીંથી લગભગ ૨૦૦ કીલોમીટર બદરીનાથ દૂર છે. નવાં નવાં દૃશ્યો જોતા અને નવા નવા અનુભવો કરતા અમે બદરીનાથ તરફ દેવ-ગુરુકૃપાથી આગળ ચાલી રહ્યા છીએ.
સાંજે સાડા પાંચે, શ્રીકોટથી વિહાર કરી ૮ કિલોમીટર દૂર ચમધાર નામની જગ્યા ઉપર એક હોટલ છે. ત્યાં જવા નીકળ્યા.
રસ્તો ખૂબ ચડાણવાળો અને કપરો નીકળ્યો. બે બાજુ ઊંચા પહાડો, વચમાં ઊંડી ખીણમાં અલકનંદા અને કિનારે કિનારે સડક. ચાલવામાં વાર ઘણી લાગી. આઠેક વાગે હોટલ પાસે પહોંચ્યા.
૩૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org