Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 39
________________ હિમાલયની પદ યાત્રા-૭ આ દશવૈકાલિકની ગાથા અમને યાદ આવી. પાંચેક કલાક સાધના કરીને ઉપર આવીને એક વખત એ આહાર લઈ લે છે. પછી તે ફલાહાર હોય કે અન્નાહાર હોય. શિલા ઉપરની ગુફા જેવી ઓરડીમાં એકવીસ એકવીસ દિવસ સુધી બેસીને ઉપવાસ કરીને પણ સાધના કરે છે. આ સંન્યાસી થોડા સમય પૂર્વે મુજફરનગર ગયા ત્યારે નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને, હરવાનું નહિ, ફરવાનું નહિ, સૂવાનું નહિ, એક જ આસને બેસીને તેમણે સાધના કરી હતી, આ વાત સાંભળીને અમને આપણા પૂર્વના મહાપુરુષો પાદપોપગમન અનશન કરતા હતા એ વાતનું સ્મરણ થઈ આવ્યું. બપોર પછી સંન્યાસી સત્યાનંદજીને મળવા અમે ગયા હતા. તેમની સાથે ઘણી વાતો થઈ. અત્યંત નમ્ર છે. હું કંઈ જ જાણતો નથી. સહજભાવે બધું થાય છે, દેહભાન જ ભૂલાઈ જાય છે' વગેરે વાતો કરી. પોતે સંચાલક તથા જબરજસ્ત સાધક હોવા છતાં આખા રસ્તામાં અને ચોકમાં મોટું ઝાડુ લઈને બધું જાતે જ સાફ કરે છે. ઝાડુ કાઢવાનું કામ અત્યંત તુચ્છ છે એવો ભાવ જ એમના મનમાં નથી. કામ એટલે કામ. ગમે તે કામ કરાય. २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128