________________
હિમાલયની પદ યાત્રા-૬
હતા. બદરીનાથમાં જ્યારે બરફથી બધુ ઢંકાઈ જાય ત્યારે પણ બાર-બાર મહિના સુધી બરફવાળા પ્રદેશમાં કોઈ ગુફા કે સ્થાનમાં મૌન રહીને આ સંન્યાસી સાધના કરતા હતા. એમને રૂબરૂ મળીને શું સાધના કરતા હતા, ખાવા-પીવા આદિનું શું કરતા હતા વગેરે ઘણી ઘણી વાતો એમની પાસેથી જાણવી હતી, પરંતુ અમે આવ્યા એના આગલા દિવસે જ એ જમ્મુ-કાશ્મીર ગયા છે. હમણાં ચારપાંચ મહિના આવવાના પણ નથી.
એમનો અહીં ઘણો પ્રભાવ છે. તેમના પ્રભાવથી જ આ આશ્રમ છેલ્લા દશ-પંદર વર્ષમાં જ ઊભો થયો છે. તેમના અનેક ભક્તો છે. મૌન અવસ્થામાં જ આ આશ્રમ ઊભો થયો છે. જે સૂચના કરવી હોય તે લખીને જ કરતા હતા.
આ આશ્રમમાં તેમને રહેવાનું સ્થાન છે તે પણ એક ગુફા જેવું જ છે. અત્યારે પણ જ્યારે અહીં હોય ત્યારે આ ગુફા જેવા સ્થાનમાં રહે છે.
અત્યારે એમના શિષ્ય કહો કે સાથીદાર કહો સત્યાનંદજી છે. તદ્દન શાંત અને સેવાભાવી છે.
૨૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org