Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 35
________________ પત્ર - ૬ શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વદિ ૧૧ વંદના, સવારમાં શાશ્વતધામ વિહાર કરી લછમૌલિ બાગવાન ગામ પાસેથી પસાર થઈ લછમૌલિ આશ્રમમાં આવ્યા. સ્કુલથી આશ્રમ પાંચેક કિલોમીટર દૂર હશે. સડકથી જરાક જ નીચે ઉતરીને લછમૌલિ આશ્રમમાં જવાય છે. આ આશ્રમનું નામ શાશ્વતધામ છે. આશ્રમના એક જ લાંબા મકાનમાં મહાદેવજીનું મંદિર, માતાજીનાં મંદિર, બીજાં પણ નાનાં નાનાં મંદિરો, ગુફામંદિર આદિ છે. યાત્રિકોને ઊતરવા માટે પણ બે-ત્રણ રૂમો છે. આ જ આશ્રમના મકાનમાં એક છેડા ઉપર નાની હોસ્પીટલ જેવું છે. તેમાં ડોક્ટરને બેસવાનું, દર્દીને જોવાનું તથા સુવાડવાનું સ્થાન, એક્ષ-રેનું મશીન- લેબોરેટરી, દવાઓનો સ્ટોર વગેરે વગેરે નાના સ્થાનમાં પણ સુંદર રીતે સમાવી લીધું છે. બરાબર અલકનંદાના કિનારા ઉપર જ આ સ્થાન આવેલું છે. યાત્રિકોને જમવા માટે ભંડારો પણ છે. આવનારા યાત્રિકોને જ્યાં મફત જ જમાડવામાં આવતા હોય, તેને ભંડારો કહે છે. રોજ સો-સવાસો માણસો ભંડારામાં જમતા હોય છે. અહીં બધા જ બાવા-સંન્યાસીઓને સાધુ કહેવામાં આવે છે. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128