Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 34
________________ હિમાલયની પદ યાત્રા-પ સામે જ બરાબર હિમાલયનો પહાડ, વચમાં શાંત વહેતી અલકનંદા, અને આ કિનારે સ્કુલ. સ્કુલની લાંબી પરસાળમાં મુકામ કર્યો. જિંદગીમાં પહેલી જ વાર આવા અદ્ભુત સ્થાનનો અનુભવ થયો. માણસનું મન પરમાત્મામાં સ્વાભાવિક રીતે જ, વિના પરિશ્રમે લાગી જાય એવું સ્થાન હતું. આપણે કોઈ લાંબા ઝરૂખામાં બેઠા હોઈએ, પાસેથી જ અલકનંદા જેવી ગંગા નદી વહેતી હોય, સામે હિમાલયનો પહાડ હોય, અપાર શાંત અને એકાંત વાતાવરણ હોય. આવા સ્થાનમાં રાત્રિના એકાંત સમયમાં બહારના પદાર્થો જ્યાં હોય જ નહિ, ત્યાં પરમાત્માનું સાંનિધ્ય અનુભવવું બહું સહેલું થઈ જાય. થોડીવારમાં ત્યાંના નવિન કાંડપાલ નામના શિક્ષક આવ્યા. બોલ્યા કે I am specialist in Sanskrit, એટલે અમે તો સંસ્કૃતમાં વાતો કરવાનું શરૂ કરી દીધું. આ સ્થાન શાશ્વતધામ નામની સંસ્થા તરફથી ચાલે છે. સ્કુલમાં બાવન (૫૨) છોકરાઓ ભણે છે. Jain Education International For Private & Personal Use Only ૨૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128