________________
પત્ર
-
Jain Education International
6
શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વિદ ૧૩
વંદના,
સાધ્વીજી એમના ગુરુશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજની સ્વર્ગવાસતિથિ નિમિત્તે પ્રતિમાસ છઠ્ઠ કરે છે, એટલે તથા બધા થાક્યા હોવાથી પણ અહીં રોકાઈ ગયા.
અત્યારે જે સંન્યાસી સત્યાનંદજી આ સંસ્થા ચલાવે છે, તેમના અંગે આજે જ ખબર પડી. તેમની ઉંમર લગભગ ૩૨ વર્ષની છે. સવારમાં એકાદ કલાક હોમ-હવન આદિ વિધિ કરીને નીચે અલકનંદાના કિનારે ચાલ્યા જાય છે. ત્યાં શિલા ઉપર બેસીને પાંચેક કલાક ધ્યાન-જપ આદિ કરે છે. અકલનંદાના કિનારા ઉપર રહેલી આ શિલા પાસે જવું ઘણું અઘરું છે. શિલાથી થોડે ઉપર એક ઓરડી જેવી ગુફા છે. એમાં સત્યાનંદજી સૂઈ જાય છે. ઉપર આવે ત્યારે કોઈને કલ્પના પણ ન આવે કે આ કોઈ મહાન સાધક છે, મૂક સાધક છે.
For Private & Personal Use Only
અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઊતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા. સખત ગરમી, છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને
' आयावयंति गिम्हेसु हेमंतेसु अवाउडा '
૨૭
www.jainelibrary.org