Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 23
________________ હિમાલયની પદ યાત્રા-૨ રસ્તામાં પ્રવાસીઓ પણ આ બાવાજીઓને બિસ્કીટ, ફળ આદિ વહેંચતા હોય છે. આ જાતની દાનની પ્રવૃત્તિ અહીં મોટા પ્રમાણમાં ચાલે છે. - આની સાથે સરખામણી કરતાં, એમ નિરંતર લાગે છે કે આખો જૈન સંઘ સાધુ-સાધ્વીઓની કેટલી બધી સંભાળ રાખે છે- કેટલી બધી અપાર સેવા કરે છે. આપણી સાધનામાં નિરંતર ખડે પગે સહાય કરતો જૈન સંઘ જોઈએ ત્યારે મસ્તક નમી જાય છે. ઋષિકેશ તથા હરદ્વારમાં સેંકડો-હજારો બાવાજીઓ જોવા મળે કે જેનું ભિક્ષુક જેવું જ મૂલ્ય હોય છે, ગમે તેવા પણ સાધુ-સાધ્વીનું જૈન સંઘમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે અત્યંત આશ્ચર્યકારક છે. ખરેખર જરૂર હોય તો આ ગૌરવભર્યા સ્થાનને માટે આપણે યોગ્ય થઈએ અને તેને શોભાવીએ તેની છે. જૈન સંઘ જે આપણી સેવા કરે છે તેને શતમુખે શોભાવીએ એ આપણી ખાસ ફરજ છે. સતત આરાધના– નિસ્પૃહતા-સંઘમાં શાંતિ-નિરાભિમાનતા-નિરાડંબરતાનિરાગ્રહતા-નિષ્પક્ષતા-વિશાળતા-નમ્રતા-ઉદારતા વગેરે ગુણો ઉપર આપણે ધ્યાન આપીએ એ ખૂબ ખૂબ જરૂરી છે. સુષ વિંઃ વહુના? સાધુસાધ્વીઓ તથા શાસન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર આપણા જૈન સંઘ માટે ખૂબ જ માન પ્રગટ થાય છે. આજે વૈશાખ વદ છઠે સિદ્ધાચલ ઉપર (પાલિતાણામાં) આદીશ્વર દાદાની વર્ષગાંઠ છે. અમે પણ આદીશ્વરદાદાની ભૂમિ તરફ જઈ રહ્યા છીએ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128