________________
પત્ર - ૪
દેવપ્રયાગ
વૈશાખ વદિ ૯ વંદના.
બાગેશ્વરના શિવશક્તિસ્થળથી સાંજે છ વાગે નીકળ્યા. ચાર કિલોમીટર ઉપર મુકામ છે, એમ અમારી સમજ હતી. રસ્તાનો સર્વે કરનારની ભૂલ હતી કે અમારી સમજમાં ભૂલ હતી. ચાર કિલોમીટરના બદલે દશ કિલોમીટર નીકળી પડ્યું. દેવપ્રયાગ શહેર વચમાં આવ્યું તે પસાર કરી આગળ ચાલ્યા. જબરજસ્ત ચઢાણ હતું. રાત પડી ગઈ હતી. ચારે બાજુ અંધારું હતું. એક બાજુ પર્વત અને બીજી બાજુ ભાગીરથી નદીની મોટી ખીણ. ક્યાં પગ મૂકવો તેની ખબર પણ જલ્દી ન પડે. છેવટે જે કન્યાવિદ્યાલયમાં અમારો મુકામ હતો ત્યાં આવ્યા.
અમારો ખ્યાલ હતો કે સડક ઉપર વિદ્યાલય હશે. પરંતુ કન્યાવિદ્યાલયમાં તો ખૂબ ઊંચે ચડીને જવાનું હતું. ત્યાં માંડ માંડ પહોંચ્યા. અને રાત રોકાયા. ઉપર સ્થાન ઘણું સુંદર છે.
અમારી સામે જ મોટો પહાડ દેવપ્રયાગમાં હતો. આખા પહાડમાં મકાનો અને એમાં દીવા જ દીવા દેખાતા હતા.
અમેરિકામાં ન્યુયોર્કમાં 100 થી વધારે માળવાળા એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગ નામના મકાનની વાતો બહુ જ પ્રસિદ્ધ છે. એના કરતાં પણ વધારે ઊંચું આ પહાડનું દૃશ્ય દેખાતું હતું. આખા
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org