________________
હિમાલયની પદ યાત્રા-૩
પણ ભરાય છે. આપણને આ બધી વાતો અસંભવ જેવી લાગે. પણ ખરેખર હકીકત છે. જીવનનિર્વાહ માટે માણસ શું શું કરે છે,
ક્યાં ક્યાં સુધી પહોંચે છે, એ આશ્ચર્યજનક છે. આ પહાડની વચમાં કોલેજ પણ છે, કુલ પણ છે. કુલ ઉપર પહોંચવા માટે પાંચસાત છોકરીઓ અમારી પાસેથી જ પસાર થઈને ઉપર ચડવા લાગી, ત્યારે અમે પણ તાજુબ થઈ ગયા. સકનીધાર પછી લગભગ ચારેક કીલોમીટર સુધી ઢાળમાં ઊતરવાનું છે
બછલીખાલ પછી લગભગ ૧૦ કિલોમીટર ઊતરીને વૈશાખ વદિ આઠમે અમે બાગેશ્વર આવ્યા. અહીં ક્યાં મુકામ કરવો એ માટે અમે ફાંફા મારતા હતા. વચમાં શિવજીની મોટી ઊભી મૂર્તિવાળો શિવશક્તિ આશ્રમ બંધાય છે. ત્યાં સાધ્વીજી વિસામો લેવા બેઠાં. ત્યાં તો આશ્રમના વહીવટદારે આવીને તેમને વિનંતિ કરી કે આશ્રમમાં પધારો અને વિસામો લો. અમે આગળ નીકળી જઈને કોઈક જગ્યાએ વિસામો લેતા હતા. સાધ્વીજી મળ્યાં અને વાત કરી કે વચમાં આશ્રમ છે. અમે પાછા આવ્યા. આશ્રમનું બાંધકામ ચાલુ જ છે. ઉપર નીચે ઘણા વિભાગો છે. અમને ખૂબ પ્રેમથી સ્થાન આપ્યું. એટલે અત્યારે અમે બાગેશ્વરના શિવશક્તિ આશ્રમમાં બેઠા છીએ. ત્યાંથી તમને પત્ર લખી રહ્યો છું.
૩તિથિદેવો ભવ આ ભાવના ખાસ સમજવાની છે. આમાંથી આપણે ખૂબ ખૂબ ખૂબ શીખવાનું છે. સ્થાનાંગસૂત્રમાં નવ પ્રકારનાં પુણ્યોમાં ભેળપુvi ની જે વાત આવે છે તેનું મહત્ત્વ આવા પ્રસંગે જ સમજાય.
૧૦ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only